ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડ ઈવન સ્કિમ: મહિલા ચાલકો ચેતી જજો...હવે નહિ મળે છૂટ..! - ઓડ ઈવન યોજના

નવી દિલ્હી: શિયાળા દરમિયાન રાજધાનીમાં પ્રદૂષણને ઓછૂ કરવા માટે ફરી એકવાર ઑડ-ઈવન સ્કીમ લાગુ કરાશે. આ સંદર્ભે દિલ્હી સચિવાલયમાં પરિવહન પ્રધાન કૈલાસ ગેહલોતે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે.

etv bharat

By

Published : Sep 24, 2019, 12:03 PM IST

આ વર્ષ 2016માં જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં અમલીકરણ સંદર્ભે થયેલ ઓડ ઈવન યોજનાને લઈને સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ વખતે દિલ્હીમાં લાગૂ થવા જઈ રહેલ ઓડ ઈવન યોજનાથી મહિલા ચાલકોને છૂટ આપવામાં આવશે કે કેમ? તે અંગે મોટાભાગના લોકોએ આ યોજનામાં મહિલાઓને પણ સમાવવા પર સહમતિ દર્શાવી હતી.

રસ્તાઓ પર 5000 સ્વયંસેવકોને તૈનાત કરાયા
ઓડ ઈવન યોજનાને સફળ બનાવવા માટે 4થી 15 નવેમ્બર વચ્ચે રાજધાનીના રસ્તો પર 5000 સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવશે. આ સિવાય 2 હજારથી વધારે ખાનગી બસો પણ ભાડે લેવાશે. આ યોજના દરમિયાન જો શાળાઓ બંધ હશે તો સ્કુલ બસની પણ સેવામાં લેવામાં આવશે. ઓડ ઈવન યોજના દરમિયાન રસ્તાઓ પર વ્યવસ્થા જાળવવી એ એક મોટો પડકાર છે.

આ પહેલા વર્ષ 2016માં 1થી 15 જાન્યુઆરી અને 15થી 30 એપ્રિલ સુધી 2 વખત સરકાર ઓડ ઈવન યોજના લાગૂ કરી ચૂકી છે. તે દરમિયાન સરકારને સંપૂર્ણ રીતે પોલીસનું સમર્થન મળ્યું નહોંતુ. આ વખતે પણ આવુ થાય તો અવ્યવસ્થા ન થાય તે માટે સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવશે. આને કારણે સરકાર પોતાની તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે.

બસમાં મહિલાઓને મફત સવારી
યોજનાના અમલીકરણ સંદર્ભે દિલ્હી સચિવાલયમાં બોલાવેલ પ્રથમ બેઠક દરમિયાન તે વાતને પ્રાથમિકતા આપવામાં આવી હતી કે, શું મોટરસાયકલ ચલાવનાર અને જે મહિલાઓ પોતે વાહન ચલાવે છે તેઓને પહેલાની જેમ આ યોજનામાંથી મુક્તિ આપવામાં આવે..? હાલમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જો કે ત્યા સુધીમાં તો ડીટીસીની બસોમાં મહિલાઓ માટેની નિશુલ્ક મુસાફરી પણ શરુ થઈ જશે. તેમજ મહિલાઓને આવવા અને જવામાં સમસ્યા નહીં થાય તેઓ ડીટીસી બસથી સફર કરી શકે છે. દિલ્હી સરકારના પરિવહન પ્રધાન કૈલાસ ગેહલોત સોમવાર રાતથી 29 સપ્ટેમ્બર સુધી વિદેશ પ્રવાસ પર યુરોપ જઈ રહ્યા છે. આથી જ તેમણે સોમવારે સચિવાલયમાં એક બેઠક બોલાવી અને યોજના અંગે સંબંધિત એજન્સીઓની સલાહ લીધી હતી.

ઓડ-ઇવન ફરી એકવાર અમલમાં આવશે
પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વખત દિલ્હીમાં ઓડ-ઇવન યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના 4 થી 15 નવેમ્બર સુધી લાગુ રહેશે. 4 નવેમ્બરના રોજ 2, 4, 6, 8 નંબરની કાર ચાલશે. 5 નવેમ્બરના રોજ 1, 3, 5, 7 અને 9 નંબરની કાર ચાલશે. આ યોજના હેઠળ એક દિવસ એવા વાહનો દોડશે જેની નંબર પ્લેટની છેલ્લી સંખ્યા ઈવન નંબર એટલે કે બેકી સંખ્યા હશે અને બીજા દિવસે જેની વાહનોની નંબર પ્લેટ ઓડ નંબર એટલે કે એકી સંખ્યા હશે તે ચાલશે.

ABOUT THE AUTHOR

...view details