નવી દિલ્હી: છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવાશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ સંદર્ભમાં એક કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેને 'માય લાઇફ માય યોગા'નું નામ આપવામાં આવ્યું છે. કોરોના વાયરસ રોગચાળાને લીધે, આ વર્ષે યોગ દિવસ ઘરે રહીને જ પરિવાર સાથે યોગ કરવા કહ્યું છે.
PM મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને યુવાનોમાં યોગની વધતી લોકપ્રિયતાથી હું ખુશ છું. આપણે કોરોનાકાળના સમયે છઠ્ઠો યોગ દિવસ ઘરી રહી ઉજવીશું. સામાન્ય રીતે વિવિધ જાહેર કાર્યક્રમોથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે 'ઘરે યોગા અને પરિવાર સાથે યોગા'ના થીમ પર ઉજવાણી કરવામાં આવશે.
દેશને સંબોધનનો કાર્યક્રમ સવારે 7 વાગ્યે શરુ થશે, જે લગભગ 1 કલાક ચાલી શકે છે. પાછલા વર્ષે વડાપ્રધાન મોદીએ રાંચીથી આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે આ કાર્યક્રમ લેહમાં નિર્ધારિત હતો, પણ કોરોના વાઇરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે.