ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓબામાએ તેમના સંસ્મરણોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કર્યો ઉલ્લેખ - બરાક ઓબામા

યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું કહેવું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીમાં 'ગભરાયેલા અને અસ્પષ્ટ' વિદ્યાર્થીના ગુણો છે જે પોતાના શિક્ષકને પ્રભાવિત કરવા માગે છે, પરંતુ 'વિષયમાં નિપુણતા' મેળવાની ક્ષમતા અને ઉત્સાહનો અભાવ છે.

ઓબામાએ તેમના સંસ્મરણોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કર્યો ઉલ્લેખ
ઓબામાએ તેમના સંસ્મરણોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કર્યો ઉલ્લેખ

By

Published : Nov 13, 2020, 10:52 AM IST

Updated : Nov 13, 2020, 12:52 PM IST

  • યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સંસ્મરણ
  • ઓબામાએ એ પ્રોમિસન્ડ લેન્ડ નામનું પુસ્તક લખ્યું
  • આ સંસ્મરણમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો ઉલ્લેખ
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની પણ કરી વાત
  • આ સંસ્મરણ 17 નવેમ્બરે બજારમાં આવશે

ન્યુયોર્ક: યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું કહેવું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીમાં 'ગભરાયેલા અને અસ્પષ્ટ' વિદ્યાર્થીના ગુણો છે. જે પોતાના શિક્ષકને પ્રભાવિત કરવા માગે છે, પરંતુ 'વિષયમાં નિપુણતા' મેળવાની ક્ષમતા અને ઉત્સાહનો અભાવ છે.

ઓબામાંએ તેમનાં પુસ્તકમાં વિશ્વભરના નેતાઓ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર કરી વાત

ન્યૂયોર્ક ટાઇમ્સે ઓબામાના સંસ્મરણ 'એ પ્રોમિસન્ડ લેન્ડ' ની સમીક્ષા કરી છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિએ વિશ્વભરના રાજકીય નેતાઓ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી છે.

રાહુલને ગભરાયેલા અને અસ્પષ્ટ વિદ્યાર્થીની આપી ઉપમા

ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત સમીક્ષા મુજબ, ઓબામા રાહુલ ગાંધી વિશે ઓબામાંનું કહેવું છે કે તેમનામાં એક એવા ગભરાયેલા અને અસ્પષ્ટ વિદ્યાર્થીના ગુણ છે જેણે પોતાનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો છે અને તેના શિક્ષકને પ્રભાવિત કરવા માંગે છે. પરંતુ તેનામાં વિષયમાં નિપુમતા મેળવવાની ક્ષમતાઅને ઉત્સાહનો અભાવ છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ

સંસ્મરણોમાં ઓબામાએ રાહુલની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. સમીક્ષામાં જણાવાયું છે કે 'આપણને ચાર્લી ક્રિસ્ટ અને રેહમ ઇમેન્યુઅલ જેવા પુરુષોની સુંદરતા વિશે જણાવવામાં આવે છે. પરંતુ મહિલાઓની સુંદરતા વિશે નહીં. માત્ર એક કે બે ઉદાહરણો અપવાદ છે જેમ કે, સોનિયા ગાંધી.

મનમોહન સિંહના કર્યા વખાણ

સમીક્ષામાં એવું કહેવામાં આવ્યું છે કે, યુએસના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન બોબ ગેટ્સ અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ બંનેમાં એકદમ ભાવશૂન્ય સત્યતા અને પ્રામાણિકતા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન ઓબામાને શિકાગો મશીન ચલાવનારા મજબુત અને ચાલાક લીડરની યાદ અપાવે છે. પુતિન અંગે ઓબામા લખતા જણાવે છે કે, "શારીરિક રૂપથી તે સાધારણ છે."

17 નવેમ્બરે થશે પુસ્તકનું વિમોચન

ઓબામાનું 768 પાનાનું આ સંસ્મરણ 17 નવેમ્બરના રોજ બજારમાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાએ 2010 અને 2015 માં તેમના કાર્યકાળ દરમિયાન બે વાર ભારતની મુલાકાત લીધી હતી.

Last Updated : Nov 13, 2020, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details