યોગ્ય ખોરાક એટલે શું ?
જો તમને ટાઈપ વન ડાયાબિટીસ હોય તો તમારા લોહીમાં શર્કરાની માત્રા ઉપર અંકુશ રાખવા માટે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખરેખર મહત્ત્વનું છે. તમે જે તે ભોજન સમયે અગાઉ નક્કી કરેલી માત્રાથી વધુ ખોરાક ન લો તે માટે ખોરાકમાં કેટલાક ગ્રામ કાર્બ્સ છે તે જાણવાની આ તકનિક છે અને તે જાણીને તમારે કેટલા ઈન્સુલિનની જરૂર છે, તેનો મેળ બેસાડી શકાય છે. તમે કાર્બોહાઈડ્રેટ્સના પ્રત્યેક સર્વિંગને ગણી શકો છો, કેમકે, કાર્બ્સનો પ્રત્યેક સર્વિંગ 15 ગ્રામનો હોય છે.
જો તમને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય અને તમે વધુ પડતું વજન ધરાવતા હો તો વજન ઘટાડવાનો રસ્તો શોધો એ મહત્ત્વપૂર્ણ છે, કેમકે તેનાથી ડાયાબિટીસને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય છે.
તમે ટાઈપ વન ડાયાબિટીક હો કે ટાઈપ ટુ, પરંતુ જથ્થાની માત્રા મહત્ત્વની છે. તમે જ્યારે કાર્બની ગણતરી કરી રહ્યા હો ત્યારે પોષણની ગણતરી પણ કરવી જોઈએ, જેનાથી તમને વજન ઘટાડવાનું ઘણું સરળ થઈ જશે.
બ્લડ સુગર (રક્તમાં શર્કરા)ની માત્રાને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય, તેની ટિપ્સ -
સ્વાસ્થ્યપ્રદ કાર્બોહાઈડ્રેટ્સ પસંદ કરો - કાર્બ્સ ધરાવતો આરોગ્યપ્રદ ખોરાક પસંદ કરો અને જ્થ્થાની માત્રા માટે સજાગ રહો. દાખલા તરીકે - બ્રાઉન રાઈસ, હોલ-ગ્રેઇન બ્રેડ, હોલ-ગ્રેઇન પાસ્તા, બકવ્હીટ (કુટ્ટુ), રાજગરો, બાજરો, ઓટ્સ, ઓછી શર્કરા ધરાવતા બ્રાન ફ્લેક્સ, વગેરે.
વ્હાઈટ બ્રેડ, વ્હાઈટ રાઈસ અને ખૂબ પ્રોસેસ કર્યાં હોય તેવાં અનાજ જેવાં ફાઈબરની ઓછી માત્રા ધરાવતાં ખાદ્ય પદાર્થો ઘટાડવા જોઈએ. ખાદ્ય પદાર્થ ખરીદતાં પહેલાં તેના લેબલ ઉપર દર્શાવેલી માહિતી તપાસો.
લીલાં પાંદડાંવાળા શાકભાજી - લીલાં પાંદડાંવાળાં શાકભાજી વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેનાથી બ્લડ સુગરના લેવલ ઉપર પણ ઓછામાં ઓછી અસર થાય છે. લીલાં શાકભાજીમાં કોબીજ, બ્રોકોલી, પત્તાગોબી, પાલક, વગેરે.
ફળ - આખા ફળ દરેક માટે સારા છે, ડાયાબિટીક માટે પણ. ફળોમાં ખાંડ હોય છે, પરંતુ તે કુદરતી ખાંડ છે. ફળોના જ્યુસ જેવા પદાર્થોને ઉપરથી ઉમેરાયેલી ખાંડ તરીકે ગણવા જોઈએ, એટલે, તેના બદલે નારંગી, મોસંબી જેવાં ખાટાં ફળો, નાસપતી, જરદાળૂ, સ્ટ્રોબેરીઝ, ચેરીઝ, વગેરે જેવાં આખાં ફળ લો.
અખરોટ, બદામ, બિયાં, ઓલીવ ઓઈલ, ફિશ ઓઈલ્સ, અળસી કે એવાકાડોમાંથી આરોગ્યપ્રદ ચરબી લો.
ઈંડાં, કઠોળ, ઓછી ચરબી ધરાવતાં ડેરી પદાર્થો, પાતળું માંસ અને ખાંડ નાંખ્યા વિનાનું યોગર્ટ જેવાં વધુ પ્રોટીનયુક્ત ખોરાક લો.