નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાઇરસના વધતા જતા કેસની વચ્ચે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, હવે દિલ્હીમાં ઓછામાં ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. દિલ્હીમાં વધુમાં વધુ લોકો ઘર પર જ સ્વસ્થ થઇ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, જ્યાં ગત્ત અઠવાડિયે હોસ્પિટલમાં લગભગ 2300 નવા દર્દીઓ હતાં, તો હવે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 6200થી 5300 સુધી ઓછી થઇ છે. રવિવારે દિલ્હીમાં 9900 કોરોના બેડ ખાલી થયાં છે.
આ ઉપરાંત દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રાધા સ્વામી સત્સંગ પરિસરમાં આઇટીબીપીના 10,000 બેડના કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. દિલ્હીના છેલ્લા મેડિકલ બુલેટિન અનુસાર દિલ્હીમાં અત્યાર સુધી 97,200 કોવિડ 19ના કેસ સામે આવ્યાં છે. જેમાં 68,256 લોકો સ્વસ્થ થયા છે, તો દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 25,940 છે.