ઉત્તર પ્રદેશઃ રાજ્યમાં આરોગ્ય વિભાગના તમામ પ્રયાસ છતાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે શનિવારે KGU (King George's Medical University) નવા 71 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. KGU દ્વારા 2220 કોરોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 71 લોકો કોરોના પોઝિટિવ છે. આ બધા દર્દીઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે.
KGU દ્વારા આ બધાના સેમ્પલ અગાઉ લેવામાં આવ્યા હતા. જેમાં 71 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેની સંખ્યા નીચે મુજબ છે
- લખનઉ 32
- કન્નોજ 14
- મુરાદાબાદ 7
- બલિયા 01
- સંભલ 06
- અયોધ્યા 06
- શાહજહાંપુરા 04
- ગોરખપુર 01
કુલ 71