ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા, કુલ સંખ્યા 28875 થઈ - corona news of up

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસ પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં મંગળવારે કોરોનાના 239 નવા કેસ નોંધાયા હતા.

ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા
ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા

By

Published : Jul 7, 2020, 8:52 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા સતત્ત વધી રહી છે. કેજીએમયુ દ્વારા 3520 કોરોના ટેસ્ટની તપાસ કરવામાં આવી હતી. જેમાં 239 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ભૂતકાળમાં કેજીએમયુ દ્વારા જિલ્લાઓ મુજબ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં 88 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

જિલ્લા મુજબ કોરોનાના કેસ...

  • લખનઉ 123
  • સંભલ 12
  • બહરાઇચ 01
  • લખીમપુર 01
  • હરદોઈ 02
  • સુલતાનપુર 01
  • બલિયા 01
  • બારાબંકી 23
  • મુરાદાબાદ 36
  • કન્નૌજ 20
  • અયોધ્યા 13
  • શાહજહાંપુર 07

કુલ- 239

જે બાદ લખનઉ, સંભલ, બહરાઇચ, લખીમપુર ,હરદોઈ, સુલ્તાનપુર, બલિયા, બરાબંકી, મુરાદાબાદ, કન્નૌજ ,અયોધ્યા ,શાહજહાપુરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 8957 છે. અત્યારસુધીમાં કોરોનાથી મંગળવારે સુધીમાં 19109 દર્દીઓ સાજા થયા હતા . ઉત્તર પ્રદેશમાં કોરોનાને કારણે 809 લોકોના મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28875 સુધી પહોંચી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details