ઉત્તર પ્રદેશ: રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કેજીએમયુ દ્વારા 3,412 કોરોના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાં 30 નવા કોરોના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બધા દર્દીઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં કોરોના કેસની સંખ્યા 10,566 પર પહોંચી - ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ
ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના વાઇરસને કાબૂમાં લેવા માટે બધી વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સરકાર કરી રહી છે. પરંતુ આજે, કેજીએમયુ અહેવાલમાં 30 નવા કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે.
મુરાદાબાદ, કન્નૌજ, હરદોઈ, લખનઉ, હાથરસ, અયોધ્યા દરેકને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તમામ કોરોના દર્દીઓને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાય છે. અને તેમને કોરોના વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે. આ બધા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછ, ઉત્તર પ્રદેશમાં કોરોના કેેેસની સંખ્યા વધીને 10,566 થઈ ગઈ છે. રાજ્યભરમાં કવોરંટાઇન કરેલા દર્દીઓની સંખ્યા 7,719 છે. આ સાથે રાજ્યમાં 4,363 દર્દીઓ આઇસોલેશનમાં છે. 6,185 દર્દીઓ કોરોના વાયરસને માત આપી સ્વસ્થ થયા છે. તેમજ ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 275 લોકોનાં મોત નીપજ્યાં છે.