ઉત્તર પ્રદેશ: રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યાને કાબૂમાં લેવા માટે આ પ્રકારની બધી વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સરકાર કરી રહી છે. પરંતુ તેમ છતાં ગુરુવારેેે કેજીએમયુંના રિપોર્ટમાં 52 નવા કોરોના વાઇરસનાં કેસ નોંધાયા છે.
કેજીએમયુ દ્વારા 1621 કોરોનાના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાં 52 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. આ બધા દર્દીઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે, આ બધાના સેમ્પલ થોડા દિવસો પહેલા કેજીએમયુમાં જિલ્લાઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા.
આ વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે
- લખનૌ 09
- પીલીભીત 01
- હરદોઈ 11
- સંભલ 04
- શાહજહાંપુર 05
- કન્નૌજ 05
- અયોધ્યા 11
- મુરાદાબાદ 06