ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 317 પર પહોંચી - Corona cases in himachal

હિમાચલ પ્રદેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 317 પર પહોંચી છે. જયારે, કુલ એક્ટીવ કેસની સંખ્યા 199 થઈ છે. રાજ્યમાં મૃત્યુઆંક 5 થયો છે. જયારે 109 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

હિમાચલ પ્રદેશમાં કોરોનાના કેસ
હિમાચલ પ્રદેશમાં કોરોનાના કેસ

By

Published : May 31, 2020, 5:37 PM IST

શિમલા: હિમાચલ પ્રદેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 317 પર પહોંચી છે. જયારે, કુલ એક્ટીવ કેસની સંખ્યા 199 થઈ છે. રાજ્યમાં મૃત્યુઆંક 5 થયો છે. જયારે 109 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

હિમાચલ પ્રદેશમાં કોરોનાના કેસ

રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ દર્દીઓમાં વધારે એ લોકો છે, જેનામાં કોરોનાનાં લક્ષણો ન હોવા છતાં પોઝિટિવ છે. રવિવારે રાજ્યમાં નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 4 કેસ સોલન જિલ્લામાંથી આવેલા છે. 4 પૈકી 3 દર્દીએ પ્રવાસ કરેલો છે. જયારે એકનું રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં, બિલાસપુરમાં 11, ચંબામાં 9, હમીરપુરમાં 78, કાંગડામાં 50, મંડીમાં 6, શિમલમાં 7, સિરમોરમાં 2, સોલનમાં 18 અને ઉનામાં18 એક્ટિવ કેસ નોંધાયા છે.

અત્યાર સુધી રાજ્યમાં 41,403 લોકોને કવોરંટાઇન કરાયા છે. જેમાંથી 16,695 લોકોએ તેમનો સમયગાળો પૂરો કર્યો જયારે, 24,708 લોકો હજી કવોરંટાઇન છે. રાજ્યમાં 35,668 લોકોનું કોરોના અંગે પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 317 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ 109 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ABOUT THE AUTHOR

...view details