#COVID-19 : ત્રીજા તબક્કામાં વધુ સાવધાની જરૂરી ! - In Which Stage Corona Virus In Gujarat
21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, તેનો બીજો તબક્કો હવે શરૂ થયો છે. વડા પ્રધાને અડધો સમય વીતિ ગયા પછી ગયો હતો કે હજીય કોઈ સારવાર ઉપલબ્ધ નથી ત્યારે ઘરે જ રહીએ, એકબીજાથી અંતર જાળવીએ. અમેરિકા કે યુરોપ કરતાં ઓછી ગતિએ ચેપનો ફેલાવો થઈ રહ્યો છે, પરંતુ છેલ્લા દિવસોમાં દેશભરમાં નવા કેસો આવી રહ્યા છે તે ચિંતાજનક છે. સાથે જ વડા પ્રધાને મુખ્ય પ્રધાનો સાથેની વાતચીતમાં કેટલા મહત્ત્વના મુદ્દા ઊભા કર્યા હતા અને કેવી રીતે લૉકડાઉન તબક્કાવાર દૂર કરી શકાય તે માટેના સૂચનો માગ્યા હતા. ત્રણ અઠવાડિયાના લૉકડાઉનનો હેતુ ચેપને ફેલાતો અટકાવવા “break the chain” માટેનો હતો.
21 દિવસ પછી જો લૉકડાઉન દૂર કરવામાં આવે તો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને ભીડ કરશે. તેના કારણે લોકોને એકબીજાથી દૂર રાખવાનો હેતુ માર્યો જશે. તેથી હોટસ્પોટ બનેલા વિસ્તારોમાં તબક્કાવાર નિયંત્રણો ઓછા કરવામાં આવે તે જરૂરી છે.
એરલાઇન્સ 14 એપ્રિલ પછી માટે ટિકિટો બૂકિંગ કરી શકે છે તેમ જણાવાયું છે. ધીમે ધીમે અવરજવર શરૂ કરવા સાથે મોટા પાયે ટ્રેસિંગ અને ટેસ્ટિંગ પણ બધા રાજ્યોમાં ચાલુ રાખવાનું રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને કામ કરવાનું રહેશે, જેથી ચેપ અને મૃત્યુદર કાબૂમાં રાખી શકાય.
ભારતે લૉકડાઉન કર્યું તેના બે મહિના પહેલાં વૂહાનને સંપૂર્ણપણે ક્વૉરેન્ટાઇન કરી દેવાયું હતું. હુબેઇ પ્રાંતના ઘણા વિસ્તારમાં પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા હતા.
આપણે જનતા કર્ફ્યુ કર્યો ત્યાં સુધીમાં ચીનમાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટવા લાગી હતી. ચીનના શાસકોએ વૂહાનના બે મહિનાના લૉકડાઉનને તબક્કાવાર ઓછો કરવાની રીત અપનાવી હતી. સ્થાનિક લોકોની અવરજવર મર્યાદિત રખાઈ હતી, પણ બહારના લોકોને આવવા દેવાયા હતા. વૂહાન સિવાયના શહેરોમાં રેલવે અને એરપોર્ટ પર કામકાજ ચાલુ રખાયું હતું.
સૌથી વધુ રોગચાળામાં ફસાયેલા વૂહાનમાં હવે ધીમે ધીમે અવરજવર થઈ રહી છે. કેટલાક સબવે અને શોપિંગ કૉમ્પ્લેક્સ ખોલવામાં આવ્યા છે. બેન્ક અને બસો પરના પ્રતિબંધો દૂર કરાયા છે, પરંતુ 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને અનિવાર્ય ના હોય ત્યાં સુધી જાહેર પરિવહનની બસોમાં બેસવા દેવાતા નથી.
હુબેઇના હેલ્થ કમિશનના અધિકારી લીઉ ડોન્ગ્રૂએ કહ્યું કે, “ઝીરો કેસ એટલે ઝિરો રિસ્ક એવું નથી”. તેમના આ શબ્દોને યાદ રાખીને આપણી સરકારે ધીમે ધીમે મોકળાશ માટે જ આયોજન કરવાનું રહેશે. ગીચ વસતિ ધરાવતા વિસ્તારોમાં વધારે કાળજી રાખીને પ્રયાસો કરવાના રહેશે.
લૉકડાઉનના કારણે રોજનું 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 21 દિવસમાં 7,50,000 લાખ કરોડનું નુકસાન થશે. આ આંકડાં દર્શાવે છે કે ભારત માટે અવરજવર બંધ કરવી કેટલી અનિવાર્ય હતી. વડા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે આર્થિક બાબતો કરતાંય લોકોના જીવ વધારે કિમતી હતા.
લૉકડાઉન બાદ લોકો પોતે સાવધાની નહિ રાખે તો દેશને વળી પાછું નુકસાન થઈ શકે છે. એક બીજાથી અંતર જાળવવું અને હાથ ધોવા જેવી સ્વચ્છતાની કાળજી આપણે નહિ રાખીએ અને ટોળાં કરવાં લાગીશું તો ચેપને ફરી ફેલાવાની તક મળી જશે. યુએસએ, યુકે અને ઇટાલી જેવા દેશોની આરોગ્ય વ્યવસ્થા પણ COVID-19ની ઝીંક ઝીલી શકી નથી.
ભારતમાં તેનું પુનરાવર્તન ના થાય તે માટે સમગ્ર દેશે લૉકડાઉન અને ત્યાર બાદની સૂચનાઓ પાળવી જરૂરી છે. કર્ણાટક સરકારે બેંગાલુરુ, માયસુરુ અને ચિક્કાબલ્લાપુરમાં અવરજવર પર નિયંત્રણો ચાલુ જ રાખવાનું નક્કી કરેલું છે. દરેક રાજ્યોએ વધુ વિસ્તારો હોટ સ્પોટ ના બને તે માટે કાળજી લેવી પડશે.
ઘણા મુખ્ય પ્રધાનોએ ખેડૂતોના પાકની ખરીદી કેવી રીતે કરવી, ધાર્મિક મેળાવડા હજીય કેવી રીતે અટકાવવા વગેરે માટે દરખાસ્તો તૈયાર કરી છે. બીજા દેશોમાંથી બોધપાઠ લઈને આપણે કાળજી રાખવાની છે કે ભૂલો કર્યા વિના જ COVID-19 ચેપને હટાવીએ.