#ચંદ્રયાન-2 માટે ધન્યવાદ, ભારતના ચંદ્ર કાર્યક્રમને ખૂબજ સારું પ્રોત્સાહન મળશે. આ પ્રયોગથી ચંદ્ર વિશે આપણી પાસે રહેલા જ્ઞાનમાં વધારો કરી શકાશે.
મોદીએ વધુમાં તેમણે ટ્વીટ કરી કહ્યું કે, # ચંદ્રયાન-2 કંઈક વિશેષ છે. કારણ કે, દક્ષિણ ધ્રુવના ક્ષેત્રમાં આપણા સંશોધનોને વેગ મળશે અને તેનું નિદર્શન પણ કરી શકાશે. અગાઉના કોઈપણ મિશન થકી જે સંશોધન કે પરિક્ષણ કરવામાં આવ્યું નથી તે આ મિશન થકી ચંદ્ર વિશે નવું જ્ઞાન આપણને આપશે.
મારા દિલમાં ભારતીય, મારી આત્મામાં ભારતીય છે.
અમે ભારતીય હોવાથી અમને ઘણી ખુશી થાય છે તે સત્ય છે, કારણ કે, ચંદ્રયાન-2 સ્વદેશી મિશન છે. ચંદ્રયાન અમારા ભવ્ય ઇતિહાસની એક ખાસ ક્ષણ છે.!
# ચંદ્રયાન-2 નું સફળ પરિક્ષણ આપણા વૈજ્ઞાનિકો અને 130 કરોડ ભારતીય લોકોના વિજ્ઞાનના નવા સ્તરોને નિર્ધારીત કરવાના સંકલ્પને દર્શાવે છે. જેથી આજે દરેક ભારતીય ગૌરવ અનુભવી રહ્યા છે.
સાથે જ સુષ્મા સ્વરાજે પણ ટ્વીટ કરી ISRO ના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા કે, હું ISROના વૈજ્ઞાનિકોને સલામ કરું છું. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-2નું સફળ પરિક્ષણ કરી ભારત અંતરિક્ષની એખ મહાશક્તિ બની ગયું છે. આ મિશનની સફળતા માટે બધા જ ભારયીયોને શુભેચ્છાઓ.
ISRO ના ચીફ કે. સિવને ચંદ્રયાન-2 ના સફળ લોન્ચિંગ બાદ પ્રેસ કૉન્ફરન્સ કરી કહ્યું કે, ચંદ્રયાન-2 નું પરિક્ષણ સફળ રહ્યું. આ યાન 48માં દિવસે ચંદ્રના દક્ષિણિ ધ્રુવ પર ઊતરશે. ISRO ના ચીફ સિવને કહ્યું કે, સમય પર ટૅકનિકલ તપાસ કરવામાં આવ્યા બાદ જ ઐતહાસિક સફર પર ચંદ્રયાન-2 ને છોડવામાં આવ્યું છે.