NSUI નો ગુજરાત યુનિ.ની લાઈબ્રેરીમાં લાયકાત વગરના પ્રેફેસરો સામે વિરોધ - Ahemdabad
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં દરરોજ કોઈકે ને કોઈક ફ્રોડ, ચીટિંગ કે વિરોધની ઘટનાઓ બનતી જ રહે છે અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા સત્તત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સંચાલકોના કામને લઈ વિરોધ થતા જ હોય છે, ત્યારે આજે NSUI દ્વારા યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં લાયકાત વગરના પ્રેફેસરો હોવાનું અને ખોટી રીતે અમુક વિદ્યાર્થીઓને પાસ કારાવાનો આરોપો લગાવવામાં આવ્યો હતો.
સ્પોર્ટ ફોટો
કાર્યકર્તાઓ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં યુનિવર્સીટી સંચાલકો દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જેથી NSUIના કાર્યકર્તાઓ દ્વારા મીડિયા સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.