ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NSUI દ્વારા દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ પર વિદ્યાર્થીઓની ખાનગી માહિતી લીક કરવાનો આરોપ

દિલ્હી યુનિવર્સિટીમાં ઓપન બુક એક્ઝામ વિવાદનું વધુ એક પ્રકરણ સામે આવ્યું છે. પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા વિદ્યાર્થીઓની ખાનગી માહિતીઓ લીક થવાના મુદ્દે NSUIના દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અક્ષય લાકડા અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અરૂણ હુડ્ડાએ FIR નોંધાવી છે. આ ઉપરાંત તંત્ર પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે.

NSUI દ્વારા દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ પર વિદ્યાર્થીઓની ખાનગી માહિતી લીક કરવાનો આરોપ
NSUI દ્વારા દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ પર વિદ્યાર્થીઓની ખાનગી માહિતી લીક કરવાનો આરોપ

By

Published : Jul 7, 2020, 12:08 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીમાં ઓપન બુક એક્ઝામના આયોજનની જાહેરાત થતાં એડમીટ કાર્ડ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓએ કાર્ડ ડાઉનલોડ કર્યાં હતા, પરંતુ સોફટવેરની ખામી તેમજ તંત્રની ગંભીર બેદરકારીને પરિણામે વિદ્યાર્થીઓની અંગત માહિતી લીક થઇ હોવાની અનેક ઘટનાઓ બની છે. જેને પગલે દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી છે.

NSUI દ્વારા દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ પર વિદ્યાર્થીઓની ખાનગી માહિતી લીક કરવાનો આરોપ

આ ઉપરાંત દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને ઇ-મેલ એડ્રેસ તથા ફોન નંબરો પણ લીક થતા અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્યા હોવાની અસંખ્ય ફરિયાદો ઉઠી છે.

NSUI દ્વારા દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ પર વિદ્યાર્થીઓની ખાનગી માહિતી લીક કરવાનો આરોપ

તેમના નંબર પરથી બેન્ક ડિટેઇલ તથા અન્ય માહિતી પણ લીક થવાનો ભય છે. એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવતા લાખો વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડાં થઈ રહ્યા છે.

પરીક્ષાના સમયે જ આ પ્રકારની ઘટના સામે આવતાં વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે તેવી શક્યતાઓ છે. જેથી આ બાબતોને લઈને NSUI દ્વારા કુલપતિ વિરુદ્ધ કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details