- અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર ભારતની મુલાકાતે
નવી દિલ્હી: સાઉથ બ્લોકમાં મંગળવારે સવારે NSA અજીત ડોભાલે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક ટી એસ્પર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનેક રાજકીય મુદ્દાઓ તેમજ પડકારો પર ચર્ચા થઇ હતી.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે અર્પણ કરી શ્રદ્ધાંજલિ
ભારત અને અમેરિકા વચ્ચે હૈદરાબાદ હાઉસમાં 2+2 સ્તરીય વાટાઘાટો ચાલી રહી છે. આ બેઠકમાં અમેરિકા તરફથી વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર તથા ભારત તરફથી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને વિદેશ સચિવ એસ. જયશંકર શામેલ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા, વિદેશ નીતિ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. બેઠકમાં શામેલ થતા પહેલા વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.