નવી દિલ્હી: રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે ગુરૂવારે કહ્યું કે, ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. આ માટે જમીન ખૂટશે તો સરકાર પાસેથી વધુ જમીન લેવાશે. તેમણે ઉમેર્યુ કે, 'મને જે જવાબદારી સોંપાઈ છે, તેને યોગ્ય રીતે પૂર્ણ કરીશ, રામ મંદિરના મોડેલ પર વાત થશે, તેના પછી અન્ય કામોને આગળ વધારાશે.'
જરૂર જણાશે તો વધુ જમીન લેવાશે : મહંત નૃત્ય ગોપાલદાસ
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે કહ્યું કે, ભવ્ય રામ મંદિર માટે જો જમીનની જરૂર જણાશે તો વધુ જમીન લેવામાં આવશે. આ માટે ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખાશે.
nritya-gopal-das-elected-president-champat-rai-general-secretary-of-ram-mandir-trust
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'જે પત્થરોને રામ મંદિરમ માટે રખાયા છે, તે જ પત્થરોનો ઉપયોગ કરાશે. જો જરૂર પડી તો વધુ પત્થર મંગાવાશે. રામ મંદિર માટે 70 ટકા કામ પૂર્ણ થયું છે. ટૂંક જ સમયમાં નિર્માણ સમિતિ આ અંગે વિચાર કરી હોળી બાદ નૃપેશ મિશ્રા સાથે બેઠક કરશે.'
મંદિર નિર્માણ માટે સરકારી મદદ અંગે તેમણે જણાવ્યું કે, મંદિરનું નિર્માણ ફક્ત દાનના પૈસાથી થશે. છ મહિનામાં રામ મંદિરના નિર્માણ કામ શરૂ થશે. જેથી મંદિર નિર્માણ માટે 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે.