ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NRI ભારત આવીને તરત જ આધારકાર્ડ મેળવી શકશે, 182 દિવસની રાહ નહીં જોવી પડે - બિન નિવાસી ભારતીય

નવી દિલ્હી: ભારતમાં આવ્યા બાદ આધારકાર્ડ મેળવવા માટે બિન નિવાસી ભારતીયોને 182 દિવસની રાહ જોવી પડતી હતી, પરંતુ આ નિયમમાં સરકારે મોટો ફેરફાર કર્યો છે. હવે ભારતીય પાસપોર્ટ રજૂ કરીને એનઆરઆઈ ભારત આવીને તરત જ આધારકાર્ડ માટે અરજી કરી શકશે. આ માટે સોમવારે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

NRIs ભારત આવીને તરત જ આધારકાર્ડ મેળવી શકશે, 182 દિવસની રાહ નહીં જોવી પડે

By

Published : Sep 24, 2019, 2:04 AM IST

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIઓ તેમના આગમનની સાથે જ બાયોમેટ્રિક આઈ.ડી એટલે કે, આધારકાર્ડ માટે અરજી કરી શકશે. એનઆરઆઈએ પહેલા આ માટે જો અરજી કરવી હોય તો 182 દિવસની ફરજીયાતપણે રાહ જોવી પડતી હતી.

આ માટે જાહેર કરેલા પરિપત્રમાં ઉલ્લેખ છે કે, જો NRIના પાસપોર્ટમાં ભારતીય સરનામું ન હોય તો યુઆઈડીએઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સરકારી દસ્તાવેજ અથવા ફોટો આઈડી રજૂ કરવું પડશે. તો જ તેમની અરજીનો સ્વિકાર થશે. તેમજ પાસપોર્ટ, રહેઠાણનો પુરાવો અથવા જન્મના દસ્તાવેજ આધારકાર્ડ બનાવવા માટે યોગ્ય ગણાશે.

નોંધનીય છે કે, 5 જુલાઈના રોજ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષાણમાં આ નિયમ લાગુ કરવાનો સંકેત આપ્યો હતો. ભારતના પાસપોર્ટ સાથે બિન નિવાસી ભારતીયોને ભારત આવ્યા બાદ આધારકાર્ડ બનાવવા માટે રાહ ન જોવી પડે તે અંગે વિચારણા કરવાનો પ્રસ્તાવ તેમણે મુક્યો હતો.

ABOUT THE AUTHOR

...view details