ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં 20 માર્ચથી જાહેર થઈ શકે છે NRCની 'રિજેક્શન સ્લિપ' - રાષ્ટ્રીય રજિસ્ટર ઑફ સિટીઝન્સ ન્યૂઝ

આસામમાં 20 માર્ચે રાજ્ય સરકાર રાષ્ટ્રીય રજિસ્ટર ઑફ સિટીઝન્સ (NRC)થી બહાર રાખવામાં આવેલા 19 લાખ લોકોની રિજેકશન સ્લિપ જાહેર કરી શકે છે. જાણો સમગ્ર સમાચાર વિસ્તારમાં...

nrc
આસામ

By

Published : Mar 3, 2020, 9:13 AM IST

ગુવાહાટી: આસામ સરકારે કહ્યું કે, NRCથી બહાર રાખવામાં આવેલા 19 લાખ લોકોને 20 માર્ચથી રિજેક્શન સ્લિપ આપવાની યોજના છે. આ રિજેક્શન સ્લિપનું કામ NRCની ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.

આ રિજેક્શન સ્લિપમાં કોઈ પણ વ્યક્તિને NRCની અંતિમ યાદીમાંથી બહાર રાખવાના કારણોનો ઉલ્લેખ કરવામાં આવશે. આસામ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય રકીબુદ્દીન અહમદના લેખિત પશ્રનો જવાબ આપતા સંસદીય કાર્યપ્રધાન ચંદ્ર મોહન પટવારીએ કહ્યું કે, વર્તમાનમાં નિરીક્ષણનું કામ ચાલી રહ્યું છે. જે લગભગ 12 ટકા જ બાકી રહ્યું છે.

પટવારીએ કહ્યું કે, આ કામ પૂર્ણ થયા બાદ 20 માર્ચ 2020થી રિજેક્શન સ્લિપ જાહેર કરવાની યોજના છે. કોંગ્રેસ ધારાસભ્ય અબ્દુલ કલામ રશીદ આલમ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં પ્રધાને કહ્યું કે, NRC સુધારા કામ માટે કુલ 1348.13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, CAA અને NRCનું દેશના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે, તો કેટલાક વિસ્તારમાં સમર્થન પણ મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details