બનાવની વિગત મુજબ આજથી બે વર્ષ અગાઉ પોરબંદરના વાણીયાવાડ માણેકબાઇ સ્કુલ વાળી ગલીમાં ચાવડા નીવાસમાં રહેતા પ્રજ્ઞાબેન દિલીપભાઇ ચદારાણાના મકાનમાં એક આજાણ્યો શખ્સ પ્રવેશ કરી તેમના પાડોશીનુ નામ આપી તેમના પરીચિત હોવાની વાતચીત કરી હતી. પ્રજ્ઞાબેનને સાંદીપની આશ્રમમાં પ્રસંગે આવવાનુ આમંત્રણ આપી, વિશ્વાસમાં લઈ પ્રજ્ઞાબેન પાસેથી તેમના હાથમા પહેરેલા રૂપિયા 45000ની કિંમતના સોનાના પાટલા છળકપટથી લઈ ગયો હતો. આ ઘરેણા પાછા ન આપતા પ્રજ્ઞાબેન સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હોવાની વાત બહાર આવી છે.
બે વર્ષ અગાઉ બનેલી ઘટનાની હવે ફરિયાદ, પડોશીના બહાને ઘરેણાંની ચોરી
પોરબંદર: 'પહેલો સગો પાડોશી' એ કહેવત આજ ખોટી સાબીત થઈ રહી છે. પોરબંદરમાં પડોશીનું નામ આપી કોઈ અજાણ્યા શખ્સે મહિલાને વિશ્વાસમાં લઈ તેના હાથમાં પહેરેલા 45000ના સોનાના ઘરેણા શેરવી ગયાની ઘટના સામે આવી છે.
ફાઇલ ફોટો
જે અંગે પ્રજ્ઞાબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે બે વર્ષ પહેલા બનેલી આ ઘટનાની ફરિયાદ હવે નોંધાવાથી પોલીસ પણ આ બાબતે ચકરાવે ચડી છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.