નવી દિલ્હીઃ શશિ થરુરે ટ્ટીટમાં લખ્યુ હતું કે, વૈશ્વિક મામલાના લાંબા અનુભવમાં મેં ક્યારેય આવા કોઈ પ્રમુખને જોયા નથી. જે બીજા કોઈ દેશની સરકારને આ રીતે ખુલ્લેઆમ ધમકી આપે. આ ધમકીનો જવાબ આપતા શશિ થરૂરે લખ્યુ હતું કે, મિસ્ટર રાષ્ટ્રપતિ? ભારતમાં જે હાઈડ્રોક્સીક્લોરોક્રાઈન બને છે તે દેશની જરૂરિયાત માટે છે. પૂરવઠો પુરો પાડવાનો પ્રશ્ન ત્યારે ઉભો થશે જ્યારે ભારત સરકાર તેને વેચવાનો નિર્ણય કરશે.
ટ્રમ્પની ભારતને ધમકી, થરુરે આપ્યો વળતો જવાબ
અમેરિકામાં કોરોના વાઈરસે ભારે કહેર મચાવ્યો છે. જેની વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાના દર્દીઓની સારવાર માટે મલેરિયા વિરોધી હાઈડ્રોક્સીક્લોરોક્વિન પુરવઠા માટે ભારતને ધમકી આપી હતી કે, જો ભારત આ પૂરવઠો નહીં આપે તો અમે જવાબ આપીશું. ટ્રમ્પના આ ઘમકી સામે કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્રમ્પને વળતો જવાબ આપ્યો છે.
ટ્રમ્પની ભારતને ધમકી, થરુરે આપ્યો વળતો જવાબ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધો છે. જેથી ભારત દવાનો જથ્થો ન પહોંચાડે એનું કોઈ કારણ નથી. રવિવારે મારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત થઈ હતી. મેં એમને કહ્યું હતું કે, જો તેઓ દવાનો પૂરવઠો પહોંચાડશે તો અમે તેમના પગલાને બિરદાવીશું. જો તેઓ આ પુરવઠો નહીં આપે તો પણ કોઈ વાંધો નથી. પણ અમે તેમના આ નિર્ણયની અમે પણ એ જ રીતે પ્રતિક્રિયા આપીશું.