નવી દિલ્હી: દિલ્હી સરકારે કોરોના દર્દીઓ સ્વસ્થ થવાની સંખ્યામાં વધારો થયા બાદ હવે સ્ટેડિયમને કોવિડ સેન્ટર બનાવવાની યોજનાઓ હાથ ધરી હતી. પરંતુ કોરોનાનો દર ધીમે ધીમે ઘટતો જઈ રહ્યા છે. દિલ્હી સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
દિલ્હી સરકાર 8 દિવસના મૂલ્યાંકન બાદ આગામી 8 દિવસમાં કોરોના દર્દીઓની સ્થિતિ જાણ્યા બાદ સ્ટેડિયમને કોવિડ સેન્ટરના રૂપમાં ઉપયોગ ન કરવાનો અંતિમ નિર્ણય લેશે.
લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રચાયેલી સમિતિએ સૂચન કર્યું હતું કે દિલ્હી સરકારની યોજના હતી કે સ્ટેડિયમ્સને કોવિડ કેર સેન્ટર્સમાં પરિવર્તિત કરવામાં આવેશે. ગત મહિને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા બનાવવામાં આવેલી દિલ્હી સરકારની પેનલે સૂચન કર્યું હતું કે, પ્રગતિ મેદાન, તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ, ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ત્યાગ રાજ ઇન્ડોર સ્ટેડિયમ અને ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમોનો ઉપયોગ કરવામાં લેવા માટે સૂચન કર્ય઼ું હતું.
સોમવારના રોજ સરકારે કરેલા નિરક્ષણમાં 2 અઠવાડિયા દરમિયાન દરરોજના કોરોનથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો આવ્યો છે.
કોરોના દર્દીઓ માટે બનાવાએલી હોટેલોને હજી છૂટ આપવામાં આવશે નહીં. 29 મેના રોજ દિલ્હી સરકારે દિલ્હીની 5 હોટલોને કોવિડ કેર સેન્ટર બનાવવાનો આદેશ આપ્યો હતો. આમાં ઓખલા ફેઝ 1 નો હોટલ ક્રાઉન પ્લાઝા, ન્યુ ફ્રેન્ડ્સ કોલોની ખાતે હોટલ સૂર્યા, રાજેન્દ્ર પ્લેસ પર હોટલ સિદ્ધાર્થ, પૂસા રોડ પર હોટલ ઝિંદેશ, સાકેત જિલ્લામાં હોટલ શેરેટોનનો સમાવેશ થાય છે. આ પછી બીજી ઘણી હોટલોને પણ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવી છે.
અગાઉના અંદાજ પ્રમાણે જુલાઈના મધ્યભાગ સુધીમાં દિલ્હીમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા આશરે અ 2.5 લાખ જેટલી હોવાનું માનવામાં આવતું હતું.
આ અનુમાન પ્રમાણે સરકારે તમામ સ્ટેડિયમ હોટલોને કોવિડ કેર સેન્ટર્સમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં સરકારે સ્ટેડિયમ હવેથી કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે નહીં. તેમ જણાવ્યું હતું.