સપના ચૌધરી ફિલ્મ 'હોંસલે'માં જોવા મળશે - sapna chaudhri news
મુંબઈઃ હરિયાણવી સિંગર સપના ચૌધરી હવે ફિલ્મોમાં કામ કરી રહી છે. ફિલ્મનું નામ છે 'હૌસલે (ડ્રીમ્સ ટૂ ફ્લાઈ)'. જેમાં તે નાનકડી ભૂમિકામાં જોવા મળશે. સપનાએ ફિલ્મમાં એક ગીત પણ ગાયુ છે, જ્યાં ફિલ્મમાં મહત્ત્વનો વળાંક આવે છે. સપનાએ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યુ હતું. હરિયાણામાં બનાવાયેલી ફિલ્મમાં લિંગના રેશિયોની વાત કરવામાં આવી છે.
![સપના ચૌધરી ફિલ્મ 'હોંસલે'માં જોવા મળશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5046908-thumbnail-3x2-hd.jpg)
સપના ચૌધરીની ફિલ્મ હોંસલે સપના ચૌધરીની ફિલ્મ sapna chaudhari in film sapna chaudhri news sapna chaudhari performance
સિંગર સપના ચૌધરી હવે આગામી દિવસોમાં એક ફિલ્મમાં જોવા મળશે. તેમણે ફિલ્મમાં ભૂમિકા ભજવા ઉપરાંત ગીત પણ ગાયુ છે. તેમનું કહેવુ છે કે, ફિલ્મમાં છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ રાખનાર લોકો માટે સંદેશ છે. જેમાં તેમની નાનકડી પરંતુ સચોટ ભૂમિકા છે. આ ફિલ્મમાં તેમણે જે ગીત ગાયુ છે, તે ગીતના સમયે ફિલ્મમાં મહત્ત્વનો વળાંક આવે છે. ફિલ્મના પોસ્ટર લોન્ચના સમયે તમામ અદાકારો હાજર હતા, સપના ચૌધરીને ફિલ્મ હિટ થવાની આશા છે.
સપના ચૌધરી ફિલ્મ 'હોંસલે'માં દેખાશે, ફિલ્મના ગીતમાં આપ્યો છે અવાજ