ન્યૂઝ ડેસ્કઃ ગંભીર ચેપી રોગો માટે નેક્સ્ટ જનરેશનની રસી વિકસાવતી બાયોટેકનોલોજી કંપની નોવાવેક્ષે મંગળવારે તેની કોવિડ-19ની રસીના પ્રથમ તબક્કાના પોઝિટિવ ડેટાની જાહેરાત કરી હતી. કંપનીનું આ 1-2 તબક્કાનું ટ્રાયલ 18 થી 59 વર્ષની વયજૂથ વચ્ચેના તંદુરસ્ત લોકોની ઉપર મેટ્રિક્ષ-એમટીએમ નામના ઇમ્યુનોલોજીકલ એજન્ટ સાથે અને તેના વિના પ્લેસિબો દ્વારા અંકુશિત થયેલું હતું.
કોવિડ-19 માટે કંપની દ્વારા તૈયાર થનારી અને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ધરાવતી NVX‐CoV2373 નામની આ રસીમાં મેટ્રિક્ષ-એમટીએમ નામના ઇમ્યુનોલોજીકલ એજન્ટને ઉમેરવામાં આવ્યો છે જે કોઇપણ જાતના અવરોધ-ગતિરોધ કે આડઅસર વિનાની છે અને તેનાથી એન્ટિબોડી (પ્રતિરોધકત રક્તકણો)નો ધરખમ રિસ્પોન્સ પણ જોવા મળ્યો હતો, તથા આંકડાની દૃષ્ટિએ જોઇએ તો સંક્રમિત થયા બાદ સાજાં થઇ ગયેલા માનવીના શરીરમાં પેદા થયેલા એન્ટિબોડી કરતાં પણ વધુ મજબૂત અને વધુ પ્રમાણમાં એન્ટિબોડી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આ કંપનીઓની હરિફ કંપનીઓની સમીક્ષા માટે ટ્રાયલનો ડેટા સાયન્ટિફિક જર્નલને પણ મોકલી અપાયો છે. તે ઉપરાંત તેની અગાઉથી જ પ્રિન્ટ કાઢી શકવાના હેતુસર તેને medRxic.org નામની વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવ્યો છે.
NVX‐CoV2373 નામની આ રસી કોઇપણ જાતના અવરોધ-ગતિરોધ કે આડઅસર વિનાની છે અને સંપૂર્ણ સલામતીની ખાતરી આપે છે. આ રસીમાં કોઇપણ જાતનો અવરોધ નથી અને આડઅસરની દૃષ્ટિએ નહિવત આડઅસર જોવા મળી હતી. ડોઝ-1 આપ્યા બાદ ચામડી બહેરી થઇ જવી, થોડી પિડા થવા જેવા અવારનવાર જોવા મળતા કેટલાંક સ્થાનિક ચિહ્નો જોવા મળ્યા હતા જ્યારે પદ્ધતિસરના ચિહ્નોમાં માથુ દુખવું, થાક લાગવો અને સ્નાયુમાં કળતર થવા જેવા ચિહ્નો જોવા મળ્યા હતા પરંતુ તે વ્યક્તિગત રીતે તે અવારનવાર જોવા મળ્યા નહોતા અને સામાન્ય રીતે આ પ્રકારના ચિહ્નો જોવા મળતા હોય છે. અપેક્ષા મુજબ ડોઝ-2 આપ્યા બાદ રિએક્શન લાવવાની ક્ષમતા ધરખમ જોવા મળી હતી, અને બાકીનો મોટા ભાગના જોવા મળેલા ચિહ્નો ગ્રેડ-1 પ્રકારના હતા, અને આ તમામ પ્રકારની આડઅસરો બે દિવસ સુધી જોવા મળી હતી.
ડોજ-2 આપ્યાના 28 દિવસ બાદ બિનજરૂરી ગણાતી વિપરીત આડઅસરોની વિગતો એકત્ર કરાઇ હતી, જેમાં જોવા મળ્યું હતું કે ગ્રેડ-3 પ્રકારની બિનજરૂરી કોઇ ગંભીર વિપરીત આડઅસર નોંધાઇ નહોતી, અને જે કાંઇ બિનજરૂરી વિપરિત આડઅસર નોંધાઇ હતી તે પણ તદ્દન હળવી હતી અને તે પણ રસી સંબંધી ન હોય તેમ જણાયું હતું. ટૂંકમાં કોઇ વિપરીત આડઅસર જોવા મળી નહોતી અને સંપૂર્ણ સલામતી જોવા મળી હતી.