આ મામલે ચિદમ્બરમ આજ સુધી ED કસ્ટડીમાં છે. આજે તેને લાઉન્જ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. CBI કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. ગત 17 ઓક્ટોબર, દિલ્હી એવન્યુ કોર્ટે ચિદમ્બરમને INX મીડિયા ડીલ કેસમાં 24 ઓક્ટોબર સુધી ED કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. ચિદમ્બરમને 21 ઓગસ્ટે INX મીડિયા ડીલ સાથે સંકળાયેલા CBI કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
INX મીડિયા કેસ: ચિદમ્બરમની જામીન અરજી પર EDને નોટિસ - ચિદમ્બરમની જામીન અરજી પર EDને નોટિસ
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા ડીલમાં ED કેસમાં પી. ચિદમ્બરમની જામીન અરજી પર EDને નોટિસ ફટકારી છે. કોર્ટે EDને 4 નવેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.
Chidambaram
INX મીડિયા કેસમાં CBIએ 15 મે 2017 ના રોજ FIR દાખલ કરી. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચિદમ્બરમના નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, 2007 માં INX મીડિયાને 305 કરોડ વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડની મંજૂરી આપવામાં ગડબડ કરવામાં આવી હતી, ત્યાર બાદ EDએ 2018 માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.