ગુજરાત

gujarat

By

Published : May 18, 2020, 4:37 PM IST

ETV Bharat / bharat

ED દ્વારા રાજીવ સસ્કેનાને અપાયેલી જામીન અંગે કરેલી ટ્રાયલ કોર્ટમાં અરજી પર નોટિસ

દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ તરફથી અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ કેસમાં રાજીવ સક્સેનાને મળેલી જામીનને રદ કરવાની ઇડીની અરજીની સુનાવણી કરતા રાજીવ સક્સેનાને નોટિસ પાઠવી છે.

ED
ED

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ તરફથી અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ કેસમાં રાજીવ સક્સેનાને મળેલી જામીનને રદ કરવાની ઇડીની અરજીની સુનાવણી કરતા રાજીવ સક્સેનાને નોટિસ પાઠવી છે.

જસ્ટિસ સી હરીશંકરની ખંડપીઠે ઇડીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી બાદ 3 જૂન સુધીમાં ઇડીને જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો. આ મામલે આગામી સુનાવણી 3 જૂને હાથ ધરવામાં આવશે.

12 માર્ચે ટ્રાયલ કોર્ટ ઇડીની અરજી નામંજૂર કરી હતી

12 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટે રાજીવ સક્સેનાને મળેલી જામીનને રદ કરવાની ઇડીની અરજી નામંજૂર કરી હતી. રાજીવ સક્સેનાને 14 ફેબ્રુઆરી 2019 ના રોજ અદાલતે વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ કોર્ટે 25 ફેબ્રુઆરીએ રાજીવ સક્સેનાને નિયમિત જામીન આપ્યા હતા. તે પછી 25 માર્ચ 2019 ના રોજ કોર્ટે રાજીવ સક્સેનાને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી.

ગુનાઓ સાથે સંબંધિત તમામ બાબતોનો ખુલાસો કર્યો નથી

સુનાવણી દરમિયાન ઇડીએ કહ્યું હતું કે રાજીવ સક્સેનાને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપવા છતાં તેમણે ગુનાથી સંબંધિત તમામ ખુલાસાઓ જાહેર કર્યા નથી. ઇડીએ કહ્યું હતું કે 15 એપ્રિલ 2019 થી 12 જુલાઇ 2019 વચ્ચે સમન્સ ઇશ્યૂ કરવા છતાં રાજીવ સક્સેનાએ 25 વાર તપાસમાં સહકાર આપ્યો ન હતો. આ ઉપરાંત તે ઇડીને કહ્યા વગર પણ મુંબઇ ગયો હતો. જ્યારે ઇડીએ તેનો સંપર્ક કર્યો ત્યારે તેણે પોતાના સ્વાસ્થ્યનું બહાનું કાઢ્યું હતું.

સરકારી સાક્ષી બન્યા પછી કોઇ આરોપી નથી રહેતું

સુનાવણી દરમિયાન રાજીવ સક્સેના દ્વારા ઇડીની દલીલોનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજીવ સક્સેના વતી કહેવામાં આવતું હતું કે એકવાર આરોપી અપરાધ પ્રક્રીયા સંહિતાની કલમ 360 હેઠળ સરકારી સાક્ષી બને છે, તોત્યારબાદ તેવે આરોપી નથી કહેવાતો. તેથી, રાજીવ સક્સેનાના જામીન રદ કરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. રાજીવ સક્સેના વતી કહેવામાં આવ્યું હતું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ તેમણે પોતાના નિવેદનમાં સંપૂર્ણ ખૂલાસો કર્યો હતો. જેની પુષ્ટિ ઇડી દ્વારા પણ કરવામાં આવી હતી. ઇડીએ સરકારી સાક્ષી બનવા અને તેને માફી આપવા બદલ કોઇ વાંધો ઉઠાવ્યો ન હતો.

ABOUT THE AUTHOR

...view details