નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે દિલ્હીના મૌજપુર, જાફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સંશોધિત નાગરિક્તા કાયદા વિરોધમાં પ્રદર્શન દરમિયાન થઇ રહેલી હિંસા મામલે સુનાવણી કરતા દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. હાઇકોર્ટની ડિવીઝન બેન્ચ આ મામલે પર બુધવારે ફરીથી સાડા બાર કલાકે સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે, સાડા બાર કલાકે સુનાવણી દરમિયાન પોલીસના વરિષ્ઠ અધિકારી કોર્ટમાં હાજર રહેવું પડશે.
ન્યાયિક તપાસની માગ
આ અરજી હર્ષ માંદરે દાખલ કરી છે. આ અરજીમાં મૃતકોના પરિવારજનો માટે ઉચિત વળતર અને મામલાની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માગ કરી છે. તે રાજનેતાઓની પણ ધરપકડની માગ કરી છે, જેમણે કથિત રીતે ભડકાઉ ભાષણ આપીને હિંસા માટે ભડકાવી રહ્યા છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર દિલ્હીમાં કાયદા વ્યવસ્થા બનાવી રાખવા માટે અર્ધસૈનિક બળોને તૈનાત કરે.
દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ કર્યું જાહેર આરોપીઓ પર કાર્યવાહીની માગ
આ અરજીમાં માર્યા ગયેલા અને ઇજાગ્રસ્ત લોકો માટે યોગ્ય વળતર, CCTV ફુટેજના સંરક્ષણ, મહિલાઓ અને બાળકોની સુરક્ષા, ધરપકડ કરાયેલા લોકોને કાયદાની સહાયતા વગેરેની માગ પણ કરી છે. આ અરજીમાં કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. વધુમાં જણાવીએ તો આ હિંસામાં અત્યાર સુધીમાં 20 લોકોના મૃત્યુ થયા છે અને 189 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમુક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.