ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓલ ઈન્ડિયા બાર પરીક્ષાની ઓનલાઇન પરીક્ષાની માંગ અંગે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને HCએ ફટકારી નોટિસ

દિલ્હી હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) દ્વારા ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (એઆઇબીઇ) માટે ઓનલાઇન પરીક્ષા લેવા માગ અરજીની સુનાવણી કરતા બાર કાઉન્સિલને નોટિસ ફટકારી છે. જસ્ટિસ જયંત નાથની ખંડપીઠે 23 સપ્ટેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.

હાયકોર્ટ
હાયકોર્ટ

By

Published : Aug 7, 2020, 6:37 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) દ્વારા ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (એઆઇબીઇ) માટે ઓનલાઇન પરીક્ષા લેવા માંગ અરજીની સુનાવણી કરતા બાર કાઉન્સિલને નોટિસ ફટકારી છે. જસ્ટિસ જયંત નાથની ખંડપીઠે 23 સપ્ટેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.

બીસીઆઈએ છેલ્લા 11 મહિનાથી કોઈ પરીક્ષાનું આયોજન કર્યું નથી

આ અરજી પુરાવ મિધા દ્વારા કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 16 ઓગસ્ટે અખિલ ભારતીય બાર પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ બીસીઆઈએ ગત 30 જુલાઈએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો અને કોઇ કોઈ તારીખ આપી ન હતી. અરજીમાં જણાવાયું છે કે બીસીઆઈએ છેલ્લા 11 મહિનાથી કોઈ પરીક્ષા લીધી નથી. આ કરીને બાર કાઉન્સિલે બંધારણની કલમ 14, 16 અને 19 (1) (જી) નું ઉલ્લંઘન કર્યું છે.

પ્રેક્ટિસ માટે એઆઈબીઇની પરીક્ષા પાસ કરવી જરૂરી

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીસીઆઈને નવા વકીલોના હિતની ચિંતા નથી. અરજીમાં બાર કાઉન્સિલ પર અસ્થાઇ રુપથી નામ નોંધાવનારાઓના વકીલોના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

નવા વકીલોને બીસીઆઈએ કલ્યાણ ભંડોળનો કોઈ લાભ આપ્યો નથી. આ અરજીમાં બીસીઆઈને અસ્થાયી ધોરણે નોંધાયેલા નવા વકીલોની મદદ માટે નિર્દેશ માંગવામાં આવ્યો છે. કાયદાની ડિગ્રી લીધા પછી અદાલતમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા માટે એઆઇબીઇ પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details