ચીજવસ્તુઓ પર જે-તે દેશનું નામ દર્શાવવાની માગ, દિલ્હી હાઈકોર્ટે આપી સરકારને નોટિસ
ઈ-કોમર્સ વેબસાઇટ પર વેચવામાં આવતા માલનું ઉત્પાદન કરતા દેશનું નામ કંપનીની વસ્તુ પર દર્શાવવાની અરજી વકીલ અમિત શુક્લા દ્વારા કરવામાં આવી હતી. આ અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી.
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ વેબસાઇટ પર વેચવામાં આવતા માલનું ઉત્પાદન ક્યા દેશનુ છે, તે દેશનું નામ વસ્તુ પર દરર્શાવવું તેવી માગ કરતી અરજી કરવામાં આવી હતી. આ અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાની વીડિયો કોન્ફરન્સિંગ બાદ સુનાવણી કર્યા પછી આ નોટિસ ફટકારવામાં આવી હતી.
ઈ-કોમર્સ વેબસાઇટ પર વેચવામાં આવતા માલનું ઉત્પાદન કરતા દેશનું નામ કંપનીની વસ્તુ પર દર્શાવવાની આ અરજી વકીલ અમિત શુક્લા દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, 2017 માં કાનૂની મેટ્રોલોજી નિયમોમાં ફેરફાર કરવો અને ઇ-કોમર્સ વેબસાઇટ પર માલનું ઉત્પાદન કરતા દેશનું નામ વસ્તુ પર દર્શાવવું ફરજિયાત છે. પરંતુ આ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. અરજીમાં એમેઝોન, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ સહિતની તમામ ઇ-કોમર્સ કંપનીઓને સામેલ કરવામાં આવી છે. જો કોમર્સ કંપનીઓ માલ ઉત્પન્ન કરનારા દેશનું નામ પ્રદર્શિત નહીં કરે તો તેની દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગયા મહિને જ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતી સરકારી ઇ-માર્કેટ પ્લેસને આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં તમામ વિક્રેતાઓને જાણ કવામા આવી હતી કે, માલનું ઉત્પાદન કરતા દેશનું નામ વસ્તુ પર દર્શાવવું ફરજિયાત છે. આ આદેશનો હેતુ દેશને આત્મનિર્ભર બનાવવાનો છે.