નવી દિલ્હીઃ સુનંદા પુષ્કરના મૃત્યુ કેસના આરોપી અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજીમાં સુનંદા પુષ્કરના ટ્વિટને સંરક્ષણની માગ કરવામાં આવી હતી. અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. જસ્ટિસ મનોજ ઓહરીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 15 જુલાઇએ થશે.
સુનંદા પુષ્કર કેસમાં શશિ થરૂરની અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી - શશિ થરૂર
સુનંદા પુષ્કરના મૃત્યુ કેસના આરોપી અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજીમાં સુનંદા પુષ્કરના ટ્વિટને સંરક્ષણની માગ કરવામાં આવી હતી. અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. જસ્ટિસ મનોજ ઓહરીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 15 જુલાઇએ થશે.
શશિ થરૂરે પોતાના વકીલ વિકાસ પાહવા દ્વારા દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, સુનંદા પુષ્કરના ટ્વિટને સાચવવા માટે ટ્વિટર ઇન્ડિયાને માર્ગદર્શિકા જારી કરવામાં આવે, જ્યાં સુધી આ મામલો સુનાવણી કોર્ટમાં પેન્ડિંગ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુનંદા પુષ્કરના ટ્વિટ્સ આ મામલામાં ખૂબ મહત્વ ધરાવે છે. પરંતુ સુનંદા પુષ્કર હયાત નથી અથવા ટ્વિટર એકાઉન્ટ નિષ્ક્રિય છે તેવા સંજોગોમાં ટ્વીટ ડિલીટ થવાની સંભાવના છે. જો આવું થાય, તો શશિ થરૂર ખોટા આરોપો દ્વારા પોતાને નિર્દોષ સાબિત કરવાનો હક ગુમાવશે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર ઈન્ડિયાની નીતિ અનુસાર, લાંબા સમય સુધી એકાઉન્ટ ધારકની નિષ્ક્રિયતા અથવા મૃત્યુની સ્થિતિમાં સંબંધિત યુઝરનું એકાઉન્ટ ડિલિટ કરવામાં આવે છે. 30 જાન્યુઆરીએ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શશિ થરૂરની સુનંદા પુષ્કર દ્વારા કરેલી ટ્વિટ્સને રેકોર્ડ પર રાખવાની માગને નકારી કાઢી હતી. આ આદેશ વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહરે આપ્યો હતો.