નવી દિલ્હીઃ અરજી થોમ્પસન પ્રેસ સર્વિસીઝ નામની કંપની તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, PPE કીટ અને ડિસ્પોઝેબલ ફેસ માસ્કના નિકાસ પર પ્રતિબંધને કારણે કંપનીને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નિકાસને મંજૂરી આપવામાં આવે તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થશે. કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલે દિલ્હી સરકારને પણ પક્ષકાર બનાવવી જોઈએ.
PPE કીટ અને ડિસ્પોઝેબલ માસ્ક નિકાસ અંગેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી - PPE કીટ અને ડિસ્પોઝેબલ ફેસ માસ્ક
દિલ્હી હાઈકોર્ટમાં PPE કીટ અને ડિસ્પોઝેબલ ફેસ માસ્કની નિકાસ પર લગાવેલી રોક વિરુદ્ધ દાખલ અરજી પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ સંજીવ સચદેવાની બેન્ચે કેન્દ્રને 10 જુલાઈ સુધી જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

PPE કીટ અને ડિસ્પોઝેબલ ફેસ માસ્ક વિતરણ અંગેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં થઇ સુનાવણી
સુનાવણી દરમિયાન ASG મનિંદર આચાર્યએ જણાવ્યું કે, PPE કીટ અને ડિસ્પોઝેબલ ફેસ માસ્કની નિકાસ પર પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે જેથી દેશમાં તેની અછત ઉભી ન થાય. દેશમાં અનેક લોકો તેને ખરીદી રહ્યા છે. કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી વિસ્તૃત જવાબ માંગ્યો છે.