ગુજરાત

gujarat

By

Published : May 5, 2020, 7:49 PM IST

ETV Bharat / bharat

રાજ્યના બજેટમાં કાશ્મીરી પંડિતોનું પુનર્વસન કરવા માટે કંઈ ન ફાળવાયું: સતિષ મહાલદાર

પ્રવાસીઓની વાપસી, સમાધાન અને પુનર્વસન બાબતોની સમિતિના અધ્યક્ષ, સતિષ મહાલદારે કેન્દ્ર સરકારને કાશ્મીર ખીણના 10 જિલ્લાઓમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે જમીનના સંબંધમાં અધિસૂચિતર કરવા જણાવ્યું છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના બજેટમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે કંઈ ફાળવાયું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર...

કાશ્મીરી પંડિતો
કાશ્મીરી પંડિતો

નવી દિલ્હી: સ્થળાંતર કરનારા લોકોની હિમાયત કરતી એક સંસ્થાએ કેન્દ્રને વિનંતી કરી છે કે, તેઓ વર્તમાન નાણાકીય વર્ષમાં કાશ્મીરી પંડિતોના શારીરિક અને આર્થિક પુનર્વસન માટે ખાસ જોગવાઈઓ સાથે ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે. પ્રવાસીઓની વાપસી, સમાધાન અને પુનર્વસન બાબતોની સમિતિના અધ્યક્ષ, સતિષ મહાલદારે કેન્દ્ર સરકારને કાશ્મીર ખીણના 10 જિલ્લાઓમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે જમીનના સંબંધમાં અધિસૂચિત કરવા જણાવ્યું છે.

પત્રમાં આ વાત પર ભાર આપવામાં આવ્યો છે કે, આ વર્ષના બજેટ 'જમ્મુ-કાશ્મીર બજેટ, 2020' માં કાશ્મીરી પંડિતોના તેમના શારીરિક અને આર્થિક પુનર્વસન, રાહત અને કલ્યાણ માટે કંઈ ફાળવાયું નથી. પત્રમાં કહ્યું, 'અમને લાગે છે કે અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અમારા બંધારણીય અને મૂળભૂત અધિકારોની ખાતરી અને સંરક્ષણ કરવામાં આવ્યું નથી.'

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બજેટમાં ડીબીટી દ્વારા 45 લાખ લાભાર્થીઓને 1705 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સીધો લાભ ટ્રાન્સફર દ્વારા 60,000 નવા પેન્શન કેસો આવરી લેવામાં આવશે. મહાલદારે કહ્યું, 'પરંતુ આજદિન સુધી એક પણ કાશ્મીરી પંડિતને આ યોજના હેઠળ કોઈ લાભ મળ્યો નથી.'

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે કાશ્મીરી પંડિત સ્થળાંતરીઓનું પુનર્વસન તેમના સંસદીય મત વિસ્તાર પ્રમાણે તેમના સ્થળાંતરકાર્ડના આધારે થવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details