નવી દિલ્હી: રવિવારે રેકોર્ડબ્રેક 1,500 વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો(PPE)ના ઉત્પાદન સાથે ઉત્તર રેલવે વર્કશોપે ડૉકટરો અને પેરામેડિક્સ સ્ટાફ માટે દેશભરમાં લૉકડાઉન શરૂ થયા બાદ 10,000 PPE બનાવ્યા છે.
PPEની માગને પહોંચી વળવા આ મહિનાની શરૂઆતમાં ઉત્તર રેલવેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) તરફથી આ પ્રકારનો PPE બનાવવાની મંજૂરી મળી છે.
સીધા સંપર્ક ટાળવા માટે લેવામાં આવેલા પગલા તરીકે કોવિડ-19 દર્દીઓની સારવાર કરતી વખતે તબીબી સ્ટાફ દ્વારા PPE સ્યુટ્સ જરૂરી છે. જગાધરી રેલવે વર્કશોપ દ્વારા ઉત્પાદિત વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો(PPE)ને DRDO દ્વારા 5 એપ્રિલના રોજ ચકાસવામાં આવ્યા હતા. આ ચકાસણીમાં આ PPE ખરા ઉતર્યા હતા. આજની તારીખ સુધીમાં તેઓએ કાલ્કા વર્કશોપ સાથે 6472 PPE બનાવ્યાં છે.
આ સિદ્ધિ નોંધપાત્ર બને છે. ઉત્તર રેલવેએ આવા 10,000 PPE બનાવ્યા છે, જ્યારે અન્ય તમામ ઝોન રેલવે મળીને ચાલુ લૉકડાઉન સમયગાળા દરમિયાન 20,000 PPE બનાવ્યા છે.
ભારતીય રેલવે મેના અંત સુધીમાં દેશભરમાં તેના વર્કશોપમાં કુલ 1.30 લાખ PPE બનાવવાની યોજના છે. લૉકડાઉન સમયગાળા દરમિયાન ઉત્તર રેલવે વર્કશોપે 5,917 લીટર સેનેટાઈઝર, 46,373 માસ્ક અને 540 કોચને આઈસોલેશન વોર્ડમાં રૂપાંતરિત કર્યા છે.