નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં CAA મુદ્દે વિરોધ અને સમર્થનને લઈને ઉગ્ર પ્રદર્શન બંધ થવાનું નામ જ નથી લેતું, ત્યાં હિંસાને કારણે સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે. હિસંક પ્રવૃત્તિઓને લીધે દિલ્હીમાં હજી પણ પાંચ મેટ્રો ટ્રેન બંધ રહેશે. વિરોધ પ્રદર્શનને કારણે ક્યારેક પથ્થરમારો તો ક્યારેક જુથ અથડામણ જેવી હિસંક પ્રવૃત્તિઓ થાય છે. સોમવારે દિલ્હીમાં થયેલી હિંસાને કારણે 5 લોકોના મોત થયા છે. વધતી જતી હિંસાને કારણે ઉત્તર-પૂર્વી દિલહીમાં 5 મેટ્રો સ્ટેશન હજી પણ બંધ રહેશે.
દિલ્હીમાં હિંસાને લીધે હજી પણ પાંચ મેટ્રો સ્ટેશન બંધ
નવી દિલ્હીમાં CAA મુદ્દે વિરોધ અને સમર્થનને લઈને ઉગ્ર પ્રદર્શન બંધ થવાનું નામ જ નથી લેતું, ત્યાં હિંસાને કારણે સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે. હિસંક પ્રવૃત્તિઓને લીધે દિલ્હીમાં હજી પણ પાંચ મેટ્રો ટ્રેન બંધ રહેશે.
delhi
દિલ્હીમાં જાફરાબાદ, મૈજપુર-બાબરપુર, ગોકુલપુરી, જૌહરી એનક્લેવ અને શિવ વિહાર સ્ટેશનો બંધ છે. સીએએનું વિરોધ પ્રદર્શનને કારણે હિંસા ફેલાઈ રહી છે. સોમવારે પ્રદર્શનકારીમાં હિંસા ભડકી હતી.
CAAના વિરોધ પ્રદર્શન હિંસામાં સોમવારે 5 લોકોના મોત થયાં હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે ટીયર ગેસ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.