નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશના કેટલાક રાજ્યોમાં પ્રદર્શન, વિરોધ અને હિસંક પ્રવૃતિઓ થઈ રહી છે. જેને કારણે આસામમાં ધારા 144 પણ લાગુ કરવામાં આવી હતી. પૂર્વોત્તર રાજ્યમાં સ્થિતિ નાજુક છે. આસામમાં આ કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજ્યમાં કર્ફ્યું પણ લગાવવામાં આવ્યો છે. જોકે હાલ આસામ સરકારના નેતા બિસ્વ શર્માએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે આજથી રજ્યમાંથી કર્ફ્યુ હટી શકે છે.
આસામની સ્થિતિમાં સુધારો, ઈન્ટરનેટ સેવા ફરી શરૂ થશે - આસામ ન્યૂઝ
નવી દિલ્હીઃ આસામમાં નાગરિકતા સંશોધન કાયદાનો ભારો વિરોધ થઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ બાદ આજે આસમમાંથી કર્ફ્યુ હટી શકે છે. આસામ સરકારે જાહેરાત કરી છે કે, આજથી રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ફરી સ્થાપિત કરી કર્ફ્યુ હટાવવામાં આવશે.
આસામ
બિસ્વ શર્માએ ટ્વિટ કરી જણાવ્યું કે, "નાગરિકતા કાયાદનો વિરોધ બાદ રાજ્યમાં ધીરે ધીરે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખી સરકાર આજે કર્ફ્યુ હટાવી ઈન્ટરનેટ સેવા ફરી સ્થાપિત કરશે."