પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે અર્થવ્યવસ્થા અને કલમ-370 દૂર કરવાને લઈને કેંન્દ્ર સરકાર પર ખૂબ જ કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારમાં દેશની અર્થવ્યવસ્થા બગડી રહી છે, નૌકરીઓ નથી અને સરકારના નુકસાનને પહોંચી વળવા માટે RBI તો છે જ ! દિગ્વિજય સિંહે કહ્યું કે, કેન્દ્ર સરકારને બાકી બધી જ વસ્તુઓ છોડીને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ.
ISI માટે મુસ્લિમો કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરે છેઃ દિગ્વિજય સિંહ - ETV Bharat
મધ્યપ્રદેશ: પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે ભિંડમાં ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું છે કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI માટે મુસ્લિમો કમ બિન મુસ્લિમો વધારે જાસૂસી કરે છે. દિગ્વિજય સિંહ અહીં નથી અટક્યા તેમણે બજરંગ દળ અને ભાજપ પર ISI પાસેથી પૈસા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.

Controversial statement of Digvijay Singh
ISI માટે મુસ્લિમો કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરે છેઃ દિગ્વિજય સિંહ
દિગ્વિજયસિંહે કહ્યું કે, 3 લાખ વાહનો વેંચાઇ રહ્યા નથી, 35 લાખ બાઈક અને મોપેડ વેચાઇ રહ્યા નથી. માત્ર મોબાઇલ ઉદ્યોગમાં જ 10 લાખ લોકો બેરોજગાર થઈ રહ્યા છે. દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે, નોટબંધીના કારણે 50 લાખ લોકો બેરોજગાર થયા છે.