બપોરે 11થી 3નો સમય
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉમેદવારી પત્ર દાખલ કરવાનો સમય 11થી 3ના રાખવામાં આવ્યો છે. ફોર્મ નં.26માં માગેલી તમામ વિગતો સાથે દસ્તાવેજો જોડવા જરુરી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી: આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત, 21 ઓક્ટોબરે મતદાન - વિગતો સાથે દસ્તાવેજો જોડવા જરુરી
હરિયાણા: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગૂ ફુંકાઈ ગયું છે. 21 ઓક્ટોબરે પ્રદેશમાં 1.8 કરોડ મતદારો 90 વિધાનસભા સીટ પર મતદાન કરશે. હવે ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત 27 સપ્ટેમ્બરથી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબર છે.
by election nomination
ઉમેદવારી પત્રમાં કોઈ કૉલમ ખાલી રહેવી જોઈએ નહીં.
ઉમેદવારોની સુવિધા ખાતર એસડીએમ કાર્યાલય ખાતે એક હેલ્પ ડેસ્ક પણ ખોલવામાં આવ્યું છે. જો કોઈ ઉમેદવારને ઉમેદવારી સંબંધિત કોઈ અગવડ પડતી હોય તો તેઓ આ હેલ્પ ડેસ્કની મદદ લઈ શકે છે.
હેલ્પ લાઈન નંબર-1950
ચૂંટણી સંબંધિત કોઈ પણ જાણકારી માટે ટૉલ ફ્રી નંબર 1950 પ્રાપ્ય છે. અહીં મતદારો આ નંબર પર કોઈપણ પ્રકારની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.