ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી ચૂંટણી: નામાંકન પ્રક્રિયા પૂર્ણ, ફાઇનલ યાદી આ તારીખે થશે જાહેર - નામાંકન

દિલ્હીમાં નામાંકન ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે,ત્યારે ગત રોજ 21 જાન્યુઆરીના રોજ નામાંકનનો છેલ્લો દિવસ હતો. જેમાં તમામ 70 બેઠક પર 1029 લોકોએ કુલ 1528 નામાંકન ભર્યાં છે. જેમાં 187 મહિલાઓ સામેલ છે.

દિલ્હીમાં નામાંકન ભરવાની પ્રક્રીયા પુર્ણ
દિલ્હીમાં નામાંકન ભરવાની પ્રક્રીયા પુર્ણ

By

Published : Jan 22, 2020, 9:47 AM IST

નવી દિલ્હી: નામાંકન ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી પાસે મળતી માહિતી મુજબ છેલ્લા દિવસે 55 વિધાનસભાઓમાં 806 નામાંકન ભરાયા હતાં. જેમાં નવી દિલ્હી બેઠક પરથી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું નામાંકન પણ સામેલ હતું. નવી દિલ્હી બેઠક પર ગત રોજ સુધીમાં નામાંકનની સંખ્યા 88એ પહોંચી છે.

824 પુરૂષ, 187 મહિલા દાવોદારો

વિધાનસભાની 70 બેઠક પર કુલ 842 પુરૂષ અને 187 મહિલાઓએ નામાંકન ભર્યું છે. આ તમામ નામાંકનોની આજે ચકાસણી થશે, જેમાં અધૂરા વિગત ભરેલા નામાંકનને રદ બાતલ કરવામાં આવશે. આ તકે સાંજે ફાઇનલ યાદી જાહેર થશે, ત્યારબાદ 24 ફેબ્રુઆરી નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ હશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ 70 વિધાનસભા બેઠક પર ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે

તમને જણાવી દઇએ કે, દિલ્હીમાં 70 વિધાનસભા બેઠક પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેની મતગણતરી 11 ફેબ્રુઆરીના રોજ થશે.

ABOUT THE AUTHOR

...view details