નોઇડા: રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડાના જરાચા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ દયાનગરના સાંથલી મંદિર પાસે ચાર વ્યક્તિ લુડો રમી રહ્યા હતા, તે દરમિયાન પ્રશાંતને ઉધરસ આવી ત્યારે આરોપી જય વીર ઉર્ફે ગુલ્લુ મંદિર આવ્યો હતો.ત્યારે પ્રશાંતને ઉધરસ આવતા વિવાદ સર્જાયો હતો એન આરોપીએ તેની પિસ્તોલ વડે લુડો રમતા યુવક પર ફાયરિંગ કર્યું હતું.
આ દરમિયાન એક ગોળી યુવાનના પગમાં લાગી હતી. ઘટના બનતા જ તેના સાથી ભાગવામાં ગયા સફળ થયા. ફાયરિંગ કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને કૈલાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.