નવી દિલ્હી / નોઈડા: સેક્ટર -19 નોઇડા ઇન્ચાર્જ એસઆઇ સૌરભ શર્માએ રાશન માટે લાઇનમાં ઉભેલી મહિલાઓ પર લાઠી માર્યોનો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ ગૌતમબુદ્ધ નગર સી.પી.એ આ કેસની નોંધ લેતા સબ ઇન્સપેક્ટર સૌરભ શર્માને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે વીડિયો વાયરલ થયો હતો. ત્યારે સોશ્યલ મીડિયા પર લોકોએ યુપી પોલીસ અને ગૌતમબુદ્ધ નગર કમિશનર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મહિલાઓ પર લાઠીચાર્જના કેસમાં CPએ નોઈડા SIને સસ્પેન્ડ કર્યા - additonal dcp ranjvijay singh
નોઈડાના સેક્ટર -19માં રાશન માટે લાઇનમાં ઉભેલી મહિલાઓ પર ઇન્ચાર્જ એસઆઇએ લાઠી મારી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસ કમિશનર આલોકસિંહે કેસની નોંધ લેતા સેક્ટર -19ના ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર સૌરવ શર્માને સસ્પેન્ડ કરી દીધા છે.
મહિલાઓને લાઠી મારવાના કેસમાં સી.પીએ નોઈડા SIને સસ્પેન્ડ કર્યા
એડિશનલ ડી.સી.પી રણવિજયસિંહે માહિતી આપતાં કહ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, ઇન્ચાર્જે મહિલાઓ પર લાઠી મારી હતી. આવી સ્થિતિમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એડિશનલ ડી.સી.પીએ તમામ સાથી પોલીસ કર્મીઓને ધૈર્યથી કામ કરવા વાત કરી છે અને લોકડાઉનમાં લોકોને સાથે મળીને કામ કરવા જણાવ્યું છે.