ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોઈડાની હોસ્પિટલની વધુ એક બેદરકારી, ગર્ભવતી મહિલાને દાખલ ન કરી - નોઈડાની હોસ્પિટલ દ્વારા ગર્ભવતી મહિલાને પ્રવેશ આપવામાં આનાકાની

ઉત્તરપ્રદેશના નોઇડામાં સ્વાસ્થ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગાઝિયાબાદની 10 મહિનાની ગર્ભવતી મહિલાને ગાઝિયાબાદમાં જઈને ઈલાજ કરાવવાનું કહી હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ નોઈડાના ધારાસભ્ય પંકજ સિંહ દ્વારા આ મામલે હસ્તક્ષેપ કરવામાં આવતા હોસ્પિટલના અધિકારીઓ સાથે તેમણે વાત કરી હતી અને ત્યારબાદ આ મહિલાને સારવાર આપવામાં આવી હતી.

નોઈડાની હોસ્પિટલ દ્વારા ગર્ભવતી મહિલાને પ્રવેશ આપવામાં આનાકાની
નોઈડાની હોસ્પિટલ દ્વારા ગર્ભવતી મહિલાને પ્રવેશ આપવામાં આનાકાની

By

Published : Jun 11, 2020, 10:27 PM IST

ઉત્તરપ્રદેશ: ગાઝિયાબાદની એક સાવિત્રી નામની ગર્ભવતી મહિલાને નોઈડાની જિલ્લા હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આનાકાની કરવામાં આવતા મામલો ગરમાયો હતો.

આ મહિલા તેના પતિ સાથે ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તેમને ગાઝિયાબાદમાં જઈ ઈલાજ કરાવવાનું કહી પ્રવેશ બાબતે આનાકાની કરવામાં આવી હતી. પહેલા તેમને કૈલાશ હોસ્પિટલમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ બંને અલ્ટ્રાસાઉન્ડ કરાવી પાછા ફરતા તેમને પ્રવેશ આપવા બાબતે આનાકાની કરવામાં આવી હતી.

ત્યારબાદ સમગ્ર મામલો નોઈડાના ધારાસભ્ય પંકજ સિંહના ધ્યાનમાં આવતા તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તેમના હસ્તક્ષેપને પગલે આ મહિલાને દાખલ કરી દેવામાં આવી હતી.

આ પહેલા પણ ગાઝિયાબાદના ખોડામાં રહેતી સગર્ભા નીલમનું અવસાન થઈ ગયું હતું. સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોએ નીલમને કોરોના સંક્રમિત માની તેને દરવાજેથી જ પાછી મોકલી હતી અને સુવિધાના અભાવે તેનું અવસાન થઈ ગયું.

ABOUT THE AUTHOR

...view details