પાકિસ્તાની શેરી બની રહી છે મુશ્કેલીનું કારણ
ચૂંટણી કાર્ડ તથા આધાર કાર્ડમાં સરનામાની જગ્યાએ પાકિસ્તાની શેરી લખેલું છે. આ સરનામું તેમના માટે માથાનો દુખાવો બની ગયું છે. સરનામાની જગ્યાએ પાકિસ્તાની શેરી લખેલું હોવાના કારણે સંતાનોના લગ્ન તથા બાળકોના સ્કૂલમાં એડમિશનમાં મોટી મુશ્કેલીઓ આવી રહી છે.
અમુક વૃદ્ધ લોકો પોતાના ભાઈઓ સાથે અહીં આવ્યા હતા.
દાદરી નગર પાલિકાના વોર્ડ નં.2માં ગૌતમપુરી વિસ્તાર આવેલો છે. અહીંયા રહેતા લોકો જણાવી રહ્યા છે કે, દેશના ભાગલા વખતે ચુન્નીલાલ નામના એક વૃદ્ધ પોતાના અમુક ભાઈઓ સાથે કરાંચીથી આવીને અહીંયા વસ્યા હતાં. ગૌતમપુરી વિસ્તારમાં આવેલી પાકિસ્તાની શેરીમાં તેઓ વસવાટ કરવા લાગ્યા હતાં. આજ સમયથી આ શેરીનું નામ પણ પાકિસ્તાની શેરી પડી ગયું હતું.