ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોઈડામાં સફાઈકર્મીનુ ડ્યૂટી દરમિયાન મોત, સફાઇ કર્મીઓએ નોંધાવ્યો વિરોધ

નોઈડામાં સેક્ટર 6માં ઓથોરિટી કાર્યાલય બહાર એક સફાઈકર્મીનુ ઓન ડ્યૂટી દરમિયાન મૃત્યુ થતાં સફાઈ કર્મીઓ દ્વારા પરિવારની માગ પૂરી કરવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું.

By

Published : Jul 30, 2020, 5:11 PM IST

નોઈડા: સફાઈકર્મીનુ ડ્યુટી દરમિયાન મૃત્યુ, પરિવાર કર્યો વિરોધ
નોઈડા: સફાઈકર્મીનુ ડ્યુટી દરમિયાન મૃત્યુ, પરિવાર કર્યો વિરોધ

નોઈડા: સેક્ટર 6 ઓથોરિટી કાર્યાલય બહાર એક સફાઈકર્મીના કામ દરમિયાન મૃત્યુ થતા તેનો વિરોધ કરવા સેંકડોની સંખ્યામાં સફાઇ કર્મીઓ આવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, સેક્ટર 20માં સફાઈકર્મી દિગંબર સિંહનું કામ દરમિયાન મૃત્યુ થયું હતું. જેથી પરિવારની માગ છે કે, પરિવારના બે લોકોને નોકરી અને 10 લાખનું વળતર આપવું જોઈએ.


અખિલ ભારતીય મજુર યુનિયનના સેંકડો કામદારોએ સેક્ટર 6 કાર્યાલયએ વિરોધ કર્યો હતો.મૃતક કર્મચારીના પુત્રએ જણાવ્યું હતું કે સેક્ટર 20 માં ઓન ડ્યુટી દરમિયાન પિતાનું નિધન થયું હતું

અખિલ ભારતીય મજુર યુનિયન સતવીર મકવાણાએ જણાવ્યું કે, એક સાથીદારનું કામ દરમિયાન મૃત્યુ થયું છે. સફાઈ કર્મીઓના અધિકારીઓ પાસે પરિવાર દ્વારા માગ કરવામાં આવી હતી કે પરિવારના બે સભ્યોને નોકરી અને 10 લાખ રૂપિયાની વળતર આપવામાં આવે જો આ માગ પૂરી કરવામાં નહીં આવે તો ઓથોરિટી કાર્યાલય બહાર મૃતદેહ સાથે વિરોધ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details