ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૌતમબુદ્ધ નગરમાં કોરોનાના 28 નવા કેસ સામે આવ્યા, કુલ આંકડો 735

ગૌતમબુદ્ધ નગરમાં કોરોનાનો કહેર ચાલુ છે. જેમાં કોરોના સંક્રમણના 28 નવા કેસ સામે આવ્યા છે. જેથી કોરોના સંક્રમિતની સંખ્યા કુલ સંખ્યા 735એ પહોંચી છે. જેમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા વધીને 247એ પહોંચી છે. જિલ્લામાં કોવિડ-19થી મૃત્યુઆંક 11એ પહોંચ્યો છે. તેમજ સેક્ટર 25ના 62 વર્ષના સંક્રમિત પુરુષનું મોત નીપજ્યું હતું.

eta bharat
નોઇડા: ગૌતમબુધ નગરમાં કોરોના સંકમિતના 28 નવા કેસ સામે આવ્યા, કુલ આંકડો 735

By

Published : Jun 11, 2020, 10:38 PM IST

નોઇડા: ગૌતમબુદ્ધ નગરમાં કોરોનાનો કહેર ચાલુ છે. જેમાં કોરોના સંક્રમણના 28 નવા કેસ સામે આવ્યા છે. જેથી કોરોના સંક્રમિતની સંખ્યા કુલ સંખ્યા 735એ પહોંચી છે. ગૌતમબુદ્ધ નગરમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જેમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા વધીને 247 થઈ ગઈ છે. જિલ્લામાં કોવિડ-19થી મૃત્યુઆંક 11એ પહોંચ્યો છે. તેમજ સેક્ટર 25ના 62 વર્ષના સંક્રમિત પુરુષનું મોત નીપજ્યું હતું.

ગૌતમબુદ્ધ નગરમાં સતત કોરોના સંક્રમણના કેસ નોંધાઇ રહ્યા છે. જિલ્લામાં કોરોનાને માત આપી ચુકેલા દર્દીઓની કુલ સંખ્યા 477 છે. જ્યારે બુધવારે 54 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. 20 લોકો ગ્રેટર નોઈડાની રાજકીય આયુવિજ્ઞાન સંસ્થા, 20 દર્દીઓ નિમ હોસ્પિટલ, 9 દર્દીઓ કૈલાસ હોસ્પિટલ અને શારદા હોસ્પિટલના 5 દર્દીઓને રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details