ઉત્તર પ્રદેશઃ નોઇડાના ગૌતમ બુદ્ધનગરમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં 12 નવા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
નોઈડામાં કોરાનાના વધુ 12 કેસ પોઝિટિવ, કુલ સંખ્યા 92એ પહોંચ્યી - Uttarpradesh news
કોરોના વાઈરસ સમગ્ર વિશ્વ માટે કાળ બન્યો છે. ભારતમાં પણ કોરોનાનો પગ પેસારો વધી રહ્યો છે, ત્યારે નોઇડામાં કોરોના વાઈરસના 12 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ કુલ આંક 92એ પહોંચ્યો છે.
coronavirus news
ગૌતમ બુદ્ધનગરમાં કોરોના વાઈરસ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 92 થઈ ગઈ છે. આ અંગે માહિતી આપતાં જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, 26 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
સેક્ટર 93 એના એલ્ડીકો યુટોપિયાના એક કુટુંબના 5 લોકો કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યાં હતાં, તો બીજી બાજુ સેક્ટર 50 વિસ્તારમાં એક પરિવારના ચાર દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તેમજ સેક્ટર ગામામાં 26 વર્ષીય નર્સ પણ કોરોના પ્રભાવિત થઈ છે. જે ક્વોરનટાઈન સેન્ટરમાં કામ કરતી હતી.