ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીતિ આયોગના સભ્યનું નિવેદન, ‘કાશ્મીરમાં ઈન્ટરનેટનું શું કામ..?’ - niti aayog

નવી દિલ્હીઃ નીતિ આયોગના સભ્ય વી.કે. સારસ્વતે કાશ્મીરમાં ઈન્ટરનેટ પાબંધીને વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં ઈન્ટરનેટ ન હોવાથી શું ફર્ક પડશે..?  ત્યાં ખરાબ ફિલ્મો સિવાય શું જોવાય છે..? ત્યાં ઈન્ટરનેટનું શું કામ..?  ત્યાં ઈ ટેલિંગ નથી થતી.

niti aayog
niti aayog

By

Published : Jan 19, 2020, 6:58 PM IST

નીતિ આયોગના સભ્ય વી.કે. સારસ્વતે કાશ્મીરમાં ઈન્ટરનેટ પાબંધીને વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે ઈન્ટરનેટ બંધી પર કહ્યું કે "કાશ્મીરમાં ઈન્ટરનેટ હોય કે ન હોય શું ફર્ક પડવાનો..? તમે ત્યાં ઈન્ટરનેટ પર શું જોવાના..? ત્યાં ઈ ટેલિંગ થઈ રહ્યં છે..? ખરાબ ફિલ્મો જોવા સિવાય ત્યાં કંઈજ થતું નથી." તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, કાશ્મીરમાં ઈન્ટરનેટ પર ખરાબ કન્ટેન્ટ જોવા માટે જ ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, ''રાજનેતાઓ કાશ્મીર જવા શા માટે ઈચ્છે છે..? તેઓ કાશ્મીરમાં પણ દિલ્હીની જેમ રોડ પ્રદર્શન ઉભું કરવા માગે છે. તેઓ વિરોધ પ્રદર્શનને વધારવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

ABOUT THE AUTHOR

...view details