તિરુવનંતપુરમ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશાની ઝાટકણી કાઢી હતી. જેમાં થરૂરે PM મોદીની લોકોને રવિવારે સવારે 9 વાગ્યે દીવો પ્રગટાવવા વિનંતી પર સવાલો કર્યાં હતાં.
PM મોદીના ભાષણ પર થરૂરનો વાર, કહ્યું- સરકાર પાસે ભવિષ્યનો કોઈ પ્લાન નથી - લોકડાઉન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશાની ઝાટકણી કાઢી હતી. જેમાં થરૂરે PM મોદીની લોકોને રવિવારે સવારે 9 વાગ્યે દીવો પ્રગટાવવા વિનંતી પર સવાલો કર્યાં હતાં.
PM મોદીના ભાષણ પર થરૂરનો વાર
થરૂરે કહ્યું કે, PM મોદીના ભાષણમાં ભવિષ્યનું કોઈ દર્શન થતું નથી. મેં વડાપ્રધાનને સાંભળ્યાં પણ એમાં લોકોના દર્દ, બોજો અને આર્થિક ચિંતા પર કોઈ ઉકેલ નથી.
થરૂરે કહ્યું કે, PMના ભાષણમાં ભવિષ્યની કોઈ દ્રષ્ટિ નથી, ના કોઈ ઉકેલ પણ નથી. લોકડાઉનના નિર્ણય પછી કોઈ ખાસ ઉકેલ શોધાયો નથી. અમે સતત લોકોની સાથે જ રહ્યાં છીએ. લોકડાઉન બાદ જે લોકોને નજરઅંદાજ કરવામાં આવ્યાં એ લોકોની સાથે છીએ.