ભૂતપૂર્વ કાયદા અને ન્યાય પ્રધાન કપિલ સિબ્બલના કેરલ સાહિત્ય ઉત્સવમાં આપવામાં આવેલા નિવેદન તેમના પાર્ટીના સ્ટેન્ડના વિરૂદ્ધ છે. જો કે, રવિવારે આ નિવેદન પર તેમણે સ્પષ્ટતા કરતો એક ટ્વીટ શેર કર્યો હતો.
તેમણે કહ્યું કે, CAA ગેરબંધારણીય છે. પ્રત્યેક રાજ્ય વિધાનસભાને ઠરાવ પ્રસાર કરવા અને પાછું ખેચવા માટેની માગ બંધારણીય અધિકાર છે. જ્યારે કાયદાને સર્વોચ્ચ અદાલત દ્વારા બંધારણીય જાહેર કરવામાં આવે છે, ત્યારે વિરોધ કરવાથી સમસ્યા ઉભી થશે. જંગ ચાલુ રહેશે.'