ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિરૂપતિ બાલાજી મંદિરમાં ફક્ત દર્શન કરી શકાશે, વાળના દાનને અનુમતિ નહીં

તિરૂપતિ બાલાજી મંદિર આશરે 80 દિવસ બંધ રહ્યા બાદ 8 જૂનથી ભક્તો માટે ખુલશે. જો કે, આ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર થઇ છે. વાંચો સમગ્ર સમાચાર...

Temples
તિરુપતિ બાલાજી

By

Published : Jun 6, 2020, 4:58 PM IST

તિરૂપતિ : તિરૂપતિ બાલાજી મંદિર આશરે 80 દિવસ બંધ રહ્યા બાદ 8 જૂનથી ભક્તો માટે ખુલશે. જો કે, આ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર થઇ છે. નવી ગાઇડલાઇન્સ મુજબ ભક્તોને પ્રસાદ આપવામાં નહીં આવે તેમજ ભક્તો વાળનું દાન પણ નહીં કરી શકે.

મંત્રી વેલ્લમપલ્લી શ્રીનિવાસને કહ્યું કે, તિરૂપતિ બાલાજીમાં ફક્ત શ્રીવરી દર્શનને જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્થતિ અને થ્રીધામ તેમજ પ્રસાદ વિતરણને પણ મંજૂરી નથી.

આ ઉપરાંત જો શ્રીસૈલમ જેવા સ્લોટ સ્થળોએ કોઈએ બુક કરાવ્યું હશે તો અમે લાડુ-પ્રસાદ આપવાનું નક્કી કર્યું છે. અમારો હેતું ફકત ફિઝિકલ અંતરને અનુસરીને વ્યવસ્થિત ગોઠવણ કરવાનું લક્ષ્ય છે.

મંત્રીએ કહ્યું કે, અમે વાળ દાનની પ્રથાને થોડા સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કારણકે આ હમણા શક્ય નથી. અહીં એક જ હેર કટ હોલ છે. 200 સભ્યો ત્યાં એક સમયે તેમના વાળ દાન કરી શકે છે. અમે આ અંગેની ચર્ચા કરીશું પછીથી નિર્ણયો લેશું.

આ વખતે અમે આટલી મોટી સંખ્યામાં ભક્તોને મંજૂરી આપી શકીએ તેમ નથી. અમે કલાક દીઠ 300 લોકોને મંજૂરી આપી છે. અમે ઇચ્છીએ છીએ કે ભક્તો આ કરેલા ફેરફારને સમજી શકે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details