ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ સિવાયની બિમારીઓ માટે સર્જાયો સેવાનો અભાવ - Corona Virus Special Story

છેલ્લા 10 મહિનાથી આખું વિશ્વ એક થઇને કોરોના સામે જંગ લડી રહ્યું છે. વિશ્વભરમાં કોરોનાના કારણે દસ લાખ કરતાં વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યંત ઉચ્ચ કક્ષાની આરોગ્ય તકેદારીની સુવિધાઓ ધરાવતા દેશોથી લઇને અત્યંત મર્યાદિત સુવિધાઓ ધરાવતા ભારત જેવા દેશોમાં કોરોનાની મહામારીએ વર્તમાન વ્યવસ્થાઓમાં રહેલી ખામીઓને છતી કરી દીધી છે.

કોવિડ સિવાયની બિમારીઓ માટે સર્જાયો સેવાનો અભાવ
કોવિડ સિવાયની બિમારીઓ માટે સર્જાયો સેવાનો અભાવ

By

Published : Oct 8, 2020, 11:00 PM IST

ન્યૂઝ ડેસ્કઃ વિશ્વભરમાં કોરોનાના કારણે દસ લાખ કરતાં વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યંત ઉચ્ચ કક્ષાની આરોગ્ય તકેદારીની સુવિધાઓ ધરાવતા દેશોથી લઇને અત્યંત મર્યાદિત સુવિધાઓ ધરાવતા ભારત જેવા દેશોમાં કોરોનાની મહામારીએ વર્તમાન વ્યવસ્થાઓમાં રહેલી ખામીઓને છતી કરી દીધી છે. સંક્રમણે તેનો પંજો ફેલાવવા માંડ્યો, તેમ-તેમ વિકાસશીલ દેશો બિન-કોવિડ આરોગ્ય સેવાઓ તરફ પણ પૂરતું ધ્યાન આપવામાં આવે, તે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વાસ્તવમાં, લાન્સેટ દ્વારા તાજેતરમાં જ હાથ ધરાયેલા સર્વેમાં એવી 15 બિમારીઓની ઓળખ કરવામાં આવી હતી, જે કોરોના કરતાં વધુ ઘાતકી છે. આ પૈકીની દરેક બિમારીના કારણે વર્ષે 10 લાખ લોકોનાં મોત નીપજે છે.

આ અભ્યાસ આરોગ્ય તકેદારીની વાસ્તવિક રણનીતિઓમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. હૃદય સંબંધિત બિમારીઓ (1.78 કરોડ દર્દીઓ), કેન્સર (96 લાખ) અને મૂત્રપિંડને લગતી બિમારીઓ (12 લાખ)થી લઇને ટ્યૂબરક્યુલોસિસ (ટીબી) જેવા રોગોના કારણે વિશ્વમાં દર વર્ષે 4.43 કરોડ લોકો મોતને ભેટે છે. મોટાભાગનાં દેશોમાં આ બિમારીઓ માટેની મહત્વપૂર્ણ દાક્તરી સુવિધાઓ નિમ્ન સ્તરની છે. કોવિડ-19 મહામારીના પ્રથમ ત્રણ મહિના દરમિયાન વિશ્વભરની (ભારતની 5.8 લાખ સહિતની) આશરે 2.84 કરોડ જેટલી સર્જરીને અનિશ્ચિત ધોરણે પાછી ઠેલવી પડી હતી. વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)એ ચેતવણી આપી હતી કે, દાક્તરી સુવિધાઓના અભાવે આ વર્ષે લગભગ 16.6 લાખ જેટલા લોકોનાં ટ્યૂબરક્યુલોસિસના કારણે મોત નીપપજી શકે છે. શું પરિસ્થિતિમાં કોઇ પરિવર્તન આવશે ખરૂં?

નેશનલ હેલ્થ મિશનની વસ્તી ગણતરી મુજબ, 2020ના વર્ષના એકલા માર્ચ મહિનામાં જ દેશનાં લાખો બાળકો રસીકરણના તેમના શિડ્યૂલથી વંચિત રહી ગયાં હતાં. કોરોના સિવાયની બિમારીઓના નિદાન માટે કે તેની સારવાર માટે પૂરતા પ્રમાણમાં ડોક્ટરો ઉપલબ્ધ નથી. હૈદરાબાદની એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલોએ દાખલ ન કરવાના કારણે તે મહિલા અને તેના ઉદરમાં પાંગરી રહેલા શિશુનું મોત નીપજ્યું હતું. મોટાભાગની ખાનગી હોસ્પિટલોએ લોકડાઉનના સમયગાળા દરમિયાન ડાયાલિસીસ, કેમોથેરેપી, બ્લડ ટ્રાન્સફ્યૂઝન અને પ્રસૂતિ જેવી ઇમર્જન્સીની સેવાઓ કેન્સલ કરી દીધી છે. કેન્દ્ર સરકારે કડક માર્ગદર્શિકા બહાર પાડીને હોસ્પિટલોને પૂર્ણરૂપે કામગીરી થાય, તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, તાજેતરમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોન્સમાં આંખોની સારવાર કરતી સુવિધાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. સત્તાવાર અને બિનસત્તાવાર પ્રતિબંધોના કારણે ઘણાં લોકો માટે આરોગ્ય તકેદારીની સુવિધાઓ દોહ્યલી થઇ પડી છે. ચોમાસાની સિઝન દરમિયાન તથા મચ્છરજન્ય રોગોના ઉપદ્રવ વચ્ચે આરોગ્ય તકેદારીની વ્યવસ્થાઓ મજબૂત કરવાના PMO દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશો છતાં, વાસ્તવમાં પરિસ્થિતિ સતત વણસી રહી છે.

વર્તમાન સમયમાં આશરે 9 કરોડ ભારતીયો થેલેસેમિયા અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી ગંભીર બિમારીઓથી પીડાઇ રહ્યા છે. આ સિવાય લાખો લોકો અન્ય દીર્ઘકાલીન બિમારીઓનો ભોગ બન્યા છે. દેશભરની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઇ રહી છે, ત્યારે દીર્ઘકાલીન બિમારીઓ ધરાવનારા દર્દીઓના આરોગ્યની સ્થિતિ સતત કથળી રહી છે. સરકારે કોવિડ સિવાયની આરોગ્યલક્ષી સમસ્યાઓ માટે ઝડપથી પગલાં ભરવાં જોઇએ અને આવા દર્દીઓને પૂરતી સુવિધાઓ પૂરી પાડવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details