નવી દિલ્હીઃ કોરોના વાઇરસના ટ્રેકિંગ એપ 'આરોગ્ય સેતુ'માં સુરક્ષાના ધોરણોનું કોઇ ઉલ્લંઘન થઇ રહ્યું નથી. સરકારે એક ફ્રાન્સીસી વ્હાઇટ હેટ, અથવા એથિકલ હેકરના દાવાના જવાબમાં આ વાત કહી હતી.
જેમણે મંગળવારે કહ્યું હતું કે, 90 મિલિયન ભારતીયોની ગોપનીયતા સંકટમાં છે. આ દાવા બાદ કેન્દ્ર સરકાર સામે આવી અને કહ્યું કે, કોઇ પણ ઉપયોગકર્તાની કોઇ પણ વ્યક્તિગત માહિતી આ એપને કારણે મુશ્કેલીમાં નથી તેમ સાબિત થયું છે.
આ હેકરે જાણીતા મુદ્દા સાથે અજાણ્યા પોઇન્ટ સાથે બનાવેલા ત્રિકોણનો ઉલ્લેખ કરીને સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. સરકારની પ્રતિક્રિયાથી સ્પષ્ટ રુપે નાખુશ થઇને હેકરે અમુક કલાક પહેલા ટ્વીટમાં કહ્યું કે, મુળ રુપે તમે કહ્યું હતું કે, અહીં જોવા માટે કંઇ પણ નથી. અમે તમને જણાવીશું, હું આવતીકાલે ફરીથી તમારી પાસે આવીશ.
એલિયટ એલ્ડરસનના નામના હેકરે આ પહેલા પણ આધાર એપની ભુલોને બતાવી હતી. તેણે 'સુરક્ષા મુદ્દા'ની ચેતવણીવાળા કેટલાય ટ્વીટ કર્યા હતા. એલ્ડરસને એમ પણ લખ્યું હતું કે, PS રાહુલ ગાંધી સાચા હતા. પોતાના ટ્વીટની સાથે તેમણે રાહુલ ગાંધીને પણ ટેગ કર્યા હતા.
તેમણે પહેલા ટ્વીટમાં કહ્યું કે, "HI આરોગ્ય સેતુ, તમારી એપમાં સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ મળ્યા છે. 90 મિલિયન ભારતીયોની ગોપનીયતા મુશ્કેલીમાં છે, શું તમે મારો સંપર્ક કરી શકો છો? PS. રાહુલ ગાંધી સાચા હતા."
કેન્દ્રિય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ, આરોગ્ય સેતુ એપ્લિકેશન અંગે સવાલ કર્યા પછી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ દરરોજ "નવો જુઠો બોલે છે". બીજેપીએ કહ્યું કે, જે લોકોએ જીવનભર માત્ર દેખરેખનું કામ કર્યું છે, તેઓ સમજી શકતા નથી કે તકનીકીનો ઉપયોગ પણ સારા કાર્યોમાં થઈ શકે છે.